Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાત-દિવસ જોયા વગર દર્દીની સેવા કરતા ડોકટરો-મેડીકલ સ્ટાફને સહકાર આપો

રોગી કલ્યાણ સમિતિના કાઉન્સીલર જયંત ઠાકરની અપીલ

રાજકોટ તા.૧૯ : સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના કાઉન્સીલર જયંત ઠાકરે એક યાદીમાં જણાવેલ છે કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાન પર લેતા અહી શહેરની સિવિલ હોસ્પિટલ કોવીડ-૧૯ કોરોના મહામારીમાં રાતદિવસ જોયા વગર લોકોની સેવા કરતા ડોકટરો સહિત નાના મોટા તમામ સ્ટાફ કર્મચારીઓને સાથ સહકાર આપવો જોઇએ. તેમની સાથે ગેરવર્તન ન થવું જોઇએ.

વર્તમાન પરિસ્થિતિને જોતા આજે કોરોનાની મહામારીની ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે આવી ભયંકર પરિસ્થિતિમાં ડોકટરો સહિત તમામ સ્ટાફ મહેનત કરી લોકોના જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓને પ્રોત્સાહીત કરી સાથ અને સહકાર આપવો જોઇએ છે.

ડોકટરો તથા મેડીકલ સ્ટાફ ઘરે જમવા કે આરામ કરવા પણ જતા નથી. તેઓ સતત પ્રયત્નશીલ ખરા અર્થમાં દર્દીને બચાવવા તનતોડ મહેનત કરી રહ્રયા છે. તમામ ડોકટર તથા મેડીકલ સ્ટાફને સહકાર આપવા અને વાણી વર્તન વ્યવહાર શાંત રાખવા જયંત ઠાકરે શહેરીજનોને અપીલ કરેલ છે.

(2:35 pm IST)
  • અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તી રવિવારે બંગાળના રાયગંજમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પ્રચાર સભામાં ખુબજ બેચેની અનુભવતા, હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તીની તબિયત પાછળ ડિહાઇડ્રેશનની આશંકા છે. access_time 11:15 pm IST

  • નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રવિવારે ઉદ્યોગ જગતને ખાત્રી આપી હતી કે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવશે નહીં. કોરોનાની બીજી લહેરમાં સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને, દેશભરમાં લોકડાઉન લાદવાની અટકળો શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, વધતી અનિશ્ચિતતા સાથે કામદારોના સ્થળાંતરનો ભય પણ વધી રહ્યો છે. access_time 9:35 am IST

  • દેશમાં ભયંકર રીતે ફેલાય રહેલ કોરોના સંક્રમણ : આજે સળંગ ચોથા દિવસે નવા કોરોના કેસ 2 લાખ ઉપર નોંધાયા : છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં 2,71,000 થી વધુ નવા કેસ અને 1570 દુઃખદ મૃત્યુ નોંધાયા : રાત્રે 11 વાગ્યે હજુ બે રાજ્યોના કેસ રિપોર્ટ થવાના બાકી access_time 11:26 pm IST