Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અંબાજી કડવા પ્લોટમાં ટ્રાવેલ્સ એજન્ટ હિતેન્દ્રભાઇ સરવૈયાએ ઝેર પીધું

રાજકોટ તા. ૧૯: અંબાજી કડવા પ્લોટમાં સર્વોદય સ્કૂલ પાસે રહેતાં અને ટ્રાવેલ્સ એજન્ટ તરીકે કામ કરતાં હિતેન્દ્રભાઇ (હિતેષભાઇ) ભનુભાઇ સરવૈયા (ઉ.વ.૪૫) ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પરંતુ હિતેન્દ્રભાઇ બેભાન હોઇ પોલીસ નિવેદન નોંધી શકી નથી. પરિવારજનો કારણ જાણતા નથી. હિતેન્દ્રભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(2:33 pm IST)