Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જંકશનમાં દરગાહ પાસેથી યુવાનની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૯: જંકશન પ્લોટ ગેબનશા પીરની દરગાહથી આગળ ડાક બંગલા સ્કૂલ સામેથી અજાણ્યો આશરે ૩૦ વર્ષનો યુવાન બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇ સાંબડે જાણ કરતાં પ્ર.નગરના હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન પાતળા બાંધાનો છે, દાઢી મુછ વધી ગયા છે. ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા યુવાનના કોઇ વાલીવારસ પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:02 am IST)