Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સાથી હાથ બઢાના

મ્‍યુકર માકોસીસની બિમારી સામે ઝઝુમતા બિમલભાઇ દોશી : રૂ.૧૭.૫ લાખનો ખર્ચ : આર્થીક મદદની અપીલ

રાજકોટ તા. ૧૯ : કોરોના કાળમાં અનેક હસતી રમતી જીંદગીઓ અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગઇ છે. આવુ જ કઇક બિમલ દોશીના પરિવાર સાથે થયુ છે. હસમુખા, તરવરીયા, મહેનતુ આ યુવાન તેમના ૮૦ વર્ષીય વૃધ્‍ધ માતા-પિતા, પત્‍નિ અને ૧૪ વર્ષીય પુત્ર સાથે આનંદ કિલ્લોલ ભર્યુ જીવન વિતાવી રહ્યો હતો. ત્‍યાં અચાનક ઓકટોબર ૨૦૨૦ માં કોરોનાએ દેખા દીધા. પરિવારની જીવાદોરી સંભાળતા ખુદ બિમલભાઇ હોસ્‍પિટલમાં દાખલ થયા. પણ બિમલભાઇ અને તેમનું આખુ કુટુંબ હિમ્‍મતભેર કોરોના સામે ઝઝુમીયા. કોરોનામાંથી હેમખેમ બહાર પણ આવી ગયા. પણ આ ખુશી કુદરતને મંજુર ન હોય તેમ વધુ એક કસોટીમાં મુકી દીધા. બિમલભાઇને મ્‍યુકર માઇકોસીસની બિમારી લાગુ પડી. તબીબોના ભરપુર પ્રયત્‍નો છતા મ્‍યુકર માઇકોસીસ પ્રસરીને મગના હાડકા સુધી પહોંચી ગયો. એક તો કોરોના સામે લડવામાં બિમલભાઇનો પરિવાર ખર્ચાઇ ચુકયો હતો. ત્‍યાં આ વધુ બિમારીએ રહીસહી બચેલ રકમ પણ ખર્ચાવી નાખી. જોખમી શષાક્રિયાઓ સહતા બિમલભાઇની મદદે સગા સંબંધી, મિત્રો આવ્‍યા. બહેનોએ આણાના દાગીના વહેંચીને પણ સારવાર ચાલુ રખાવી. જીવન મરણ વચ્‍ચે ઝોલા ખાતા બિમલભાઇ માટે એક આશાનું કિરણ એ છે કે બિમલભાઇના મગજના તળીયે રહેલુ મ્‍યુકર માઇક્રોસીસના ચેપ વાળુ પોલુ થઇ ગયેલુ હાડકુ ન્‍યુરો સર્જરીથી દુર કરવામાં આવે. તેના સ્‍થાને બીજી સર્જરીની મદદથી મગજને આધાર માટે તે હાડકાની જગ્‍યાએ ટીટાનીયમનો સળીયો ઇમ્‍પ્‍લાન્‍ટ કરવામાં આવે. તો જરૂર તેમને સારૂ થઇ શકે. આ માટે રૂ.૧૭.૫ લાખ (સાડા સત્તર લાખ) જેવો ખર્ચો થઇ શકે તેમ હોવાનો અભિપ્રાય તબીબોએ આપેલ છે. ત્‍યારે અત્‍યાર સુધીમાં ખર્ચામાં સાફ થઇ ગયેલ આ પરિવારને આગળની સારવાર માટે આર્થિક મદદની જરૂર છે. ટીપે ટીપે સરોવર ભરાય. તેમ જો યથા શક્‍તિ સૌકોઇ મદદ કરે તો કદાચ બિમલભાઇના જીવનમાં ફરી ખુશી લહેરાઇ શકે. બીમલભાઇ કે. દોશીના નામથી આઇસીઆઇસીઆઇ બેન્‍ક, કાલાવડરોડ શાખા, રાજકોટ ખાતે સેવીંગ એકાઉન્‍ટ ધરાવે છે. તેમના ખાતા નં. ૬૨૪૮ ૦૧૫૨ ૧૨૪૬ છે. આઇએફસી કોડ :  ICIC0006248 છે. ઉદાર હાથે દાનની સરવાણી વહાવવા અપીલ કરાઇ છે.

(10:42 am IST)
  • ભારતમાં કોરોનાએ બોકાસો બોલાવ્યો: માત્ર ૨૪ કલાકમાં પોણા ત્રણ લાખ નવા કેસ, ૧૬૧૯ના જીવ ગયા, ચારેકોર મોતનું તાંડવ: અમેરિકામાં માત્ર ૪૩ હજાર: બ્રાઝિલમાં ૪૨ હજાર, ફ્રાન્સમાં ૨૯ હજાર: જ્યારે ઇંગ્લેન્ડમાં માત્ર ૧૮૦૦ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૧૯૦૦ આસપાસ કેસ નોંધાયા access_time 10:18 am IST

  • સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે ડીઆરડીઓએ SpO2 (બ્લડ ઓક્સિજન સંતૃપ્તિ) ની પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે જેનો ઉપયોગ મધ્યમ લક્ષણોવાળા કોવિડ19 દર્દીઓમા ઓક્સિજન ફ્લો થેરેપી માટે થઈ શકશે. access_time 5:11 pm IST

  • દિલ્હીમાં આજે રાતથી અઠવાડીયાનું લોકડાઉન : પાટનગર દિલ્હીમાં કોરોના બેફામ બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાત્રે ૧૦ વાગ્યાથી આવતા સોમવારે સવારે ૫ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે : આમ દિલ્હીમાં ઍક અઠવાડીયાનું સજ્જડ લોકડાઉન જાહેર થયુ છે access_time 12:11 pm IST