Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાજકોટના પોલીસ બેડામાં કોરોના ઘુસ્યો :યુનિવર્સિટી પોલીસ મથકના 17 કર્મચારીઓને કોરોના પોઝિટીવ

પીઆઇ અજીતસિંહ ચાવડા, 2 PSI સહિત 17 પોલીસકર્મી કોરોના સંક્રમિત

 

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કોરોનાની ઝપેટમાં આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 17 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં PI અજીતસિંહ ચાવડા, 2 PSI સહિત 17 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ આવ્યા છે.

રાજકોટમાં હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 60થી વધુ એમ્બ્યુલન્સો લાઈનોમાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીને દાખલ કરવા માટે રાત્રે અઢી વાગ્યાથી હોસ્પિટલ બહાર લોકો કતારો લગાવી રહ્યા છે.

 રાજકોટના સાંસદે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો છે. સાંસદ મોહન કુંડારિયાએ પત્ર લખ્યો હતો. રાજકોટ જિલ્લામાં 9 જેટલી 108 ફાળવવા અપીલ કરી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 3-3 108ની માગ ઉઠી છે. મોરબીમાં પણ 3 ગાડીઓ ફાળવવા માગ કરાઈ છે

(12:09 am IST)
  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • કર્ણાટકમાં કુંભમાંથી પરત ફરનારાઓએ RT-PCR ટેસ્ટ ફરજીયાત: સાત દિવસ ઘરે રહેવું પડશે કર્ણાટકમાં કુંભમાંથી પરત ફરનારાઓએ RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી નાખ્યો છે. રાજ્યનાં આરોગ્ય પ્રધાને તેની જાહેરાત કરતા કહ્યું કે હરિદ્વાર કુંભમાં ભાગ લઈને આવવા વાળા યાત્રીઓએ એક સપ્તાહ સુધી ઘરે ક્વોરન્ટાઈન રહેવું ફરજીયાત છે. access_time 1:45 pm IST