Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગળવારે યોજાનાર “વોક-ઈન ઈન્ટરવ્યુ “ મોકુફ રહેશે

મેડીકલ ઓફિસર તથા પેરામેડીકલ સ્ટાફની(ANM/GNM/MPHW) – ૭૩ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા માટે આગામી ‘વોક-ઈન ઈન્ટરવ્યુ ‘ રાખવામાં આવેલ.

રાજકોટ: મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરી વિસ્તારમાં “ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ” અર્બન હેલ્થ ક્લીનીક શરૂ કરવા માટે મેડીકલ ઓફિસર-૭૩ તથા પેરામેડીકલ સ્ટાફ (ANM/GNM/MPHW) – ૭૩ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા માટે આગામી તા.૨૧ મંગળવારના રોજ ‘વોક-ઈન ઈન્ટરવ્યુ ‘  રાખવામાં આવેલ.

         આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ, ગાંધીનગરના પત્રની સુચના અનુસાર આ ‘વોક-ઈન ઈન્ટરવ્યુ ‘  હાલ તુર્ત મોકુફ રાખવામાં આવે છે તેમજ આ જગ્યાઓ માટેના ‘વોક-ઈન ઈન્ટરવ્યુ ‘  ની નવી તારીખ હવે પછીથી જાણ કરવામાં આવશે. નવી તારીખ તેમજ વખતોવખતની સુચનાઓ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ:www.rmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા આથી જાણ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનની  સતાવાર યાદીમાં જણાવાયું છે.

(7:26 pm IST)