Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શાપર-વેરાવળમાં અરવિંદ મેડાને દેશી રિવોલ્વર સાથે આર.આર.સેલે ઝડપી લીધો

(કમલેશ વાસાણી) શાપર-વેરાવળ, તા. ૧૮ :  શાપર-વેરાવળમાં પરપ્રાંતીય શખ્સને દેશી રિવોલ્વર સાથે આર.આર. સેલે ઝડપી લીધો હતો.

લોકસભા સામાન્ય ચુંટણી ભયમુકત ન્યાયી અને શાંતીમય વાતાવરણમાં યોજાય તે હેતુથી રેન્જ ડી.આઇ.જી.પી.  સંદિપસિંહ આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને તથા સેલના માણસોને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા માટે સુચના કરતા સ્ટાફને મળેલ હકીકત આધારે શીવરાજભાઇ ખાચર, કુલદીપસિહ ચુડાસમા, શકિતસિહ ઝાલા, ભરતસિહ પરમાર તથા ડ્રા.ધર્મેશદાન ગઢવી અને શંતોષકુમાર પાલે વોચ ગોઠવી શાપર(વે.) મેઇનરોડ આદીવાસીઓના ઝુંપડા પાસેથી  અરવીંદ વાદ્યજીભાઇ મેડા રહે. હુળકો ચોકડી રાજકોટ મુળ-ગામ નાનીબોરીયાલ તા.ગરબાળા જી.દાહોદને પકડી તેની અંગઝડતી કરતા મજકુર ના કબ્જામાંથી એક દેશી બનાવટની રીવોલ્વર રૂ.૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી શાપર(વે.) પોલીસ સ્ટેશનમાં આર્મસ એકટ હેઠળ ગુનો રજી. કરાવેલ છે.

પકડાયેલ અરવિંદે આ હથિયાર વતનમાંથી સસ્તામાંથી ખરીદી કરી અહીં વેચવા માટે લાગ્યાની કબુલાત આપી હતી. શાપર-વેરાવળ પોલીસે અરવિંદને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

(4:09 pm IST)