Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાધુવાસવાણી રોડ કવાર્ટર પાસે ઇનોવા કારમાંથી દારૂની ૬૦ બોટલ સાથે મયુર જાડા પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એલ. આચાર્ય તથા પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ હરેશભાઇ પરમાર, હેડ કોન્સ રાજેશભાઇ મિયાત્રા, રવિરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર તથા પુષ્પરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પુષ્પરાજસિંહ અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર પાસેથી જી.જે. ૧ એચ.જે. ૮૮૫૦ નંબરની ઇનોવા કારમાં સીએનજી ગેસની ટાંકી નીચે ચોરખાનામાંથી રૂ. ૪૪,૪૦૦ની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે જૂનાગઢના બિલખા ગામ ચોકડી પાસે પગથીયા શેરીમાં રહેતો મયુર કિરીટભાઇ જાડા (ઉ.વ.રર) ને પકડી લઇ રૂ. ૪,૧૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(4:09 pm IST)