Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આર કે યુનિવર્સિટી દ્વારા મેગા પ્લેસમેન્ટ વિકમાં ૬પ૦થી વધુ નોકરીની તકો

રાજકોટ : આર કે યુનિવર્સિટી દ્વારા આર કે યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ વીક ર૦૧૯નું આયોજન કરવામાં આવ્યું. ઇવેન્ટમાં ૩૪ જેટલી કોલેજોમાંથી ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિવિધ ક્ષેત્રોમાંથી કુલ ૩૦ કંપનીઓએ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં વિવિધ ક્ષેત્રોમાં ૬પ૦ + ખાલી જગ્યા ભરવા માટે ભાગ લીધો છે. એમઆરએફ ટાયર્સ, રિલાયન્સ જિઓ, એચ.એફ.એફ.સી. બજાર કેપિટલ, પેન્ટાલૂન, એચડીએફસી બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, જેનબર્ક ફાર્માસ્યુટિકલ્સ, ફાલ્કન પમ્પ્સ, ઇપપી કોમ્પોઝિટસ, કેપ્ટન ટ્રેકટર્સ અને અન્યો મોટા બ્રાન્ડસે નવી સ્નાતક પ્રતિભાઓને રોજગારીની તકો પ્રદાન કરવા ભાગ લીધો છે. સૌથી વધુ પેકેજ રૂ. ૬.પ લાખ હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની દ્વારા ઓફર કરવામાં આવ્યું હતું. જયારે તમામ કંપનીઓ દ્વારા આપવામાં આવતું સરેરાશ પેકેજ લગભગ દર વર્ષે રૂ. ૧.૮ લાખનું હતું.

(4:07 pm IST)