Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કૈલાશધારા પાર્કમાં રવિવારથી ભાગવત સપ્તાહ

વ્રજધામવાળા શ્રી ક્રિષ્ના શર્મા કથામૃતનું રસપાન કરાવશે : મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ

રાજકોટ તા. ૧૯ : રૈયા રોડ ઉપર આવેલ કૈલાશધારા પાર્કના રહેવાસીઓ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કથા આયોજકોએ જણાવેલ કે કૈલાસધારા પાર્ક ઓનર્સ એસોસીએશન દ્વારા થતા ધર્મ સેવા કાર્યો અંતર્ગત આગામી તા. ૨૧ થી તા. ૨૭ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

પ્રથમ દિવસે તા. ૨૧ ના સાંજે ૪.૩૦ વાગ્યે કથાની પોથીયાત્રા ઓમકારેશ્વર મંદિરેથી પ્રારંભ થઇ કથા સ્થળ કૈલાશધારા પાર્ક સોસાયટી, શ્રીજી પાર્ક, વિદ્યુતનગર પાછળ, રૈયા રોડ ખાતે પહોંચશે.

કથાના વ્યાસપીઠે વ્રજધામવાળા શ્રી ક્રિષ્નાજી શર્મા બિરાજી દરરોજ સવારે ૯ થી ૧૧ અને સાંજે પ થી ૮ કથામૃતનું ભાવવાહી શૈલીમાં રસપાન કરાવશે.

કથા દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે. જેમાં તા. ૨૪ ના બુધવારે સવારે ૧૧ વાગ્યે રામજન્મ અને સાંજે ૬ વાગ્યે નંદઉત્સવ ઉજવાશે.  એ પૂર્વે તા. ૨૩ ના મંગળવારે રાત્રે ૯ થી ૧૧.૩૦ હનુમાન ચાલીસા પાઠ રાખેલ છે.

તા. ૨૭ ના કથાની પૂર્ણાહુતી થશે. અને તા. ૨૮ ના હવન રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કૈલાસધારા પાર્કના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે ભાગવત કથા આયોજનની વિગતો વર્ણવતા ડાબેથી એડવોકેટ બી. ડી. ખંડવી, સંજયભાઇ ઠકરાર, શાસ્ત્રી શ્રી ક્રિશ્નાજી શર્મા, પી. એમ. સંઘાણી (મો.૯૯૨૪૭ ૭૯૯૯૧), રવિભાઇ પાણખાણીયા, જયદીપભાઇ સંઘાણી નજરે પડે છે.

(4:05 pm IST)