Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રૂ. ત્રણ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદ : આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ, રામાપીર ચોકડી, શાસ્ત્રીનગરમાં રહેતા અને રામાપીર ચોકડી પાસે ધંધો કરતા રાજુભાઇ રેવાભાઇ બામ્બાને ધંધાના અંગત ઉપયોગ માટે નાણાની જરૂરત પડતા સ્કાય એન્ટરપ્રાઇઝના માલીક મહેશ વલ્લભભાઇ કાલરીયા પાસેથી લીધેલ રૂ. ૩,૦૦,૦૦૦/- પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા રાજુભાઇ બામ્બા વિરૂદ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ થતાં આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમાં સ્કાય એન્ટરપ્રાઇઝના નામે ધીરધારનો ધંધો કરતા મહેશ વલ્લભભાઇ કાલરીયા પાસેથી ગાંધીગ્રામ, રામાપીર ચોકડી, શાસ્ત્રીનગરમાં રહેતા અને રામાપીર ચોકડી પાસે ધંધો કરતા આરોપીને ધંધા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. ૩,૦૦,૦૦૦/-મેળવી પ્રોમીસરી નોટ લખી આપી ધીરધારના ફોર્મમાં સહી કરી આપી લીધેલ નાણાનું રી-પેમેન્ટ કરવા ચેક ઇસ્યુ કરી આપી આપેલ ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનું ફરીયાદી ફાઇનાન્સ કંપનીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદનું લેણણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી એગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂદ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી સ્કાય એન્ટરપ્રાઇઝના માલીક મહેશભાઇ કાલરીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતાં.

(4:04 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન: કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી access_time 2:09 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST