Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સગીરાને ભગાડી જવાના પોકસોના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૯: પરણીત પુરૂષ દ્વારા સગીરાને ભગાડી જવાના કેસમાં મદદગારી કરનાર પોકસો કેસના આરોપીના સેસન્સ કોર્ટે જામીન મંજુર કર્યા હતાં.

આ ચકચાર કેસમાં રાજકોટના વીંછીયા તાલુકાના અમરાપુર ગામનો લાલાભાઇ ભીમાભાઇ ધરજીયા જેઓ પરણીત હોવા છતાં સગીરાને લલચાવી ફોસલાવી સુરત શહેર બાજુ ભગાડી ગયેલ જે સબંધે તેઓ સામે વીંછીયા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, અન્વયે ગુન્હો નોંધાયેલ તપાસ દરમ્યાન ભોગ બનનાર મળી આવતા આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૭૬, ૧૧૪ તથા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા કાયદાની કલમ-૬, ૧૭ નો ઉમેરો કરવામાં આવે અને આરોપી અંકિત હનાભાઇ કમેજાળીયા, રહે. મુ. ચોરવીરા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરેલ.

આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરેલ અને આરોપી તરફે તેમના વકીલ મારફત કરવામાં આવેલ રજુઆતોને ધ્યાને લઇ સેસન્સ કોર્ટે આરોપીઓને ૧૦,૦૦૦ દશ હજારના જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી તરફે વીનુભાઇ એમ. વાઢેર, શૈલેષભાઇ પંડીત, શૈલેષ મોરી, વીજય ભલસોડ, રીતીન મેંદપરા વકીલ તરીકે રોકાયેલ હતા.

(4:04 pm IST)