Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રવિવારે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ સ્પર્ધા

૩૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લેશેઃ મુંબઈથી પણ બોડી બિલ્ડરો આવશેઃ નિઃશુલ્ક આયોજન

રાજકોટ,તા.૧૯: આગામી તા.૨૧ને રવિવારે, રાજકોટ ડ્રિસ્ટીકટ બોડી બિલ્ડીંગ એસોસીએશન અને મસલ્સ ફિટનેશ જીમ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન રેસકોર્ષ સ્થિત રમેશ પારેખ રંગમંચ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૦૦ થી વધુ ર્સ્પધકો ભાગ લઈ રહ્યા છે.

આ સ્પર્ધામાં મસલ્સ એન્ડ ફીટનેશ જીમના જીજ્ઞેશ રામાવત, કેવલ રાઠોડ, પાર્થ અરોરા, જીવણ પરમાર, જયદિપ સોની, જીજ્ઞેશ અમરેલીયા, જનક ધારેચા તથા વિષેશમાં દિવ્યરાજસિંહ જગતસિંહ જાડેજા સ્કોડા શો રૂમ (રીબડા)થી હાજર રહેશે.

બોડી બિલ્ડીંગ એસોસીએશનના કેતન ત્રીવેદી, દીલુભા વાળા, રિતેષભાઈ પટેલ, નિલેષ વાળા, કરણી સેનાના કિશોરભાઈ રાઠોડ, ચંદુભાઈ રાઠોડ, કેતન રાવલીયા તેમજ જનતા ફાર્માના અનિલભાઈ પટેલ અને કેતનભાઈ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સ્પર્ધામાં (ઈ.એસ.એન) ઈવોલ્યુશન સ્પોટર્સ ન્યુટ્રીશન કાુ. તેમજ મુંબઈ થી બોડી બિલ્ડર સંધ્યા યાદવ, માઝ બીલાખીયા, સમઝ ર્સૈયદ, તેમજ સચિન સાવંત વગેરે પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

વિનામૂલ્યે આયોજીત આ બોડી બિલ્ડીંગ સ્પર્ધાની સવારે ૮ વાગ્યા સુધી એન્ટ્રી સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે મસલ્સ એન્ડ ફીટનેશ જીમ ડોકટર યાજ્ઞિક રોડ ખાતે અથવા મો.૯૮૯૮૧ ૦૦૦૪૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)