Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

પ્રખરતા શોધ કસોટીમાં રાજયકક્ષાએ ચમકતા મોદી સ્કૂલના તારલાઓ

રાજકોટ : તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયકક્ષાએ પ્રખરતા શોધ કસોટી (TST) નું આયોજન કરવામાં આવેલ હતું. પરીક્ષામાં બધાજ વિષયોમાંથી પ્રશ્નો પુછવામાં આવે છે ને વિદ્યાર્થીઓ બુદ્ધિચાતુર્યથી જવાબો લખે છે, તેનાથી વિદ્યાર્થીઓની માનસિકક્ષમતા દ્રઢ બને છે અને બુદ્ધિકોૈશલ્યનો વિકાસ થાય છે. તેમાં મોદી સ્કુલ ધો. ૯ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમનાવિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૦૦૦  વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટેપસંદ કરવામાંઆવેલ હતા.તેમાં૨૧ વિદ્યાર્થીઓ મોદી સ્કુલનાપસંદ થયેલ છે. તેમાં વિષ્ણુ ઓમ, બોરીચા યુવરાજ, વડગામા સુધી, મેમણ ખુશી, તાલપરા ધ્રુવિક, કંટારીયા પ્રિયાંશી, અણદોદરીયા હ્રદય, સુવાણીયા માનસી, મુનીયા નિયત, ઝાલા દર્શન, ઢેઢી ક્રિંશ, મેનપરા દેવ, પરસાણી ક્રિષ, કાસુંદ્રા પ્રિયાંશુ, ભાલોડીયા સિદ્ધ, પાઠક રામદેવ, નિમાવત વત્સલ, જાડેજા દિવ્યરાજ, કોટક કંદર્પ, પરમાર શ્રેયા અનેપડીયા કેયુર હતા. આ બધા વિદ્યાર્થીઓને રૂા ૧૦૦૦/- સ્કોલરશીપ અને સર્ટિફીકેટ બોર્ડ દ્વારા એનાયત કરવામાં આવેલ હતા. આ દરેક વિદ્યાર્થીઓએ શાળા તેમજ પરિવારનું નામ રોશન કરેલ છે.

(3:46 pm IST)