Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કાલે ભીલ સમાજના સિંધોઈ માતાજીનો નવરંગો માંડવો

રાજકોટ ભીલ પંચાયત દ્વારા માતાજીના હરખના તેડા : ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે : રંગેચંગે માતાજીનું ફુલેકુ નીકળશે : લેઝર લાઈટીંગ આકર્ષણ જમાવશે : ભીલ સમાજની એકતાના થશે દર્શન : ભીલવાસ ખાતે જ્ઞાતિજનો - ભાવિકોને લાભ લેવા આશિષ વાગડીયાની અપીલ

રાજકોટ, તા. ૧૯ : શ્રી રાજકોટ ભીલ પંચાયત દ્વારા શ્રી સિંધોઈ મંડળના સહયોગથી ભીલપંચની ડોંગીયાની દેવ સિંધોઈ માતાજીના નવરંગો માંડવાનું આવતીકાલે તા.૨૦ના શનિવારના શુભદિને આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સેંકડોની સંખ્યામાં જ્ઞાતિજનો અને ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે.

રાજકોટ ભીલ પંચાયતના પ્રમુખ આશિષ વાગડીયા અને તેની ટીમે જણાવ્યુ હતું કે આવતીકાલે ૨૦મીના શનિવારે શ્રી સિંધોઈ માતાજીના નવરંગો માંડવાનું ભીલવાસ ખાતે આયોજન થયું છે.

કાલે સવારે ૫:૪૫ કલાકે સ્થંભરોપણ બાદ ૯ વાગ્યાથી ફુલેકુ નીકળશે. જે ભીલવાસ ખાતેથી શરૂ થઈ ફુલછાબ ચોક, યાજ્ઞિક રોડ થઈ ફરી ભીલવાસમાં સંપન્ન થશે. ફુલેકામાં હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ્સ ડી.જે., લેઝર લાઈટીંગ આકર્ષણ જમાવશે.

પંચ ભુવા સ્વ.મોહનભાઈ માંગળીકા, સ્વ.લક્ષ્મણભાઈ મકવાણા, ગોરધનભાઈ વાઘેલા તથા ડાકના માણીગર (રાવળદેવ) અશોકભાઈ, ધર્મેશભાઈ અને હિતેષભાઈ સેવા આપશે. આ પ્રસંગે બપોરે અને રાત્રીના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર ભીલ સમાજની એકતાના દર્શન કરાવવા અને ભીલપંચના દેવ માં સિંધોઈ માતાજીના નવરંગા માંડવાના દર્શન, પ્રસાદનો લાભ લેવા સમસ્ત ભીલ સમાજના ભાઈ - બહેનો અને ભાવિકોને અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા રાજકોટ ભીલ પંચાયતના આગેવાનો સર્વશ્રી આશિષભાઈ વાગડીયા, યોગેશભાઈ રાઠોડ, સાગરભાઈ વાગડીયા, ગોરધનભાઈ વાઘેલા, ધનસુખભાઈ રાઠોડ, વૈભવભાઈ પરમાર, પરિમલભાઈ મુલીયાણા, દિપકભાઈ પરમાર, લાલાભાઈ લીડીંયા, પંકજભાઈ મે, પંકજભાઈ વાગડીયા, મનોજભાઈ મકવાણા, ભરતભાઈ મુલીયાણા, મહેશભાઈ વાઘેલા, સંજયભાઈ રાઠોડ, અમિત ચૌહાણ, રવિભાઈ વાગડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:43 pm IST)