Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રવિવાર પરિવારઃ વાલીઓ મોબાઈલના બદલે બાળકો સાથે સમય વિતાવે

સાંસ્કૃતિ કાર્યક્રમ 'સંસ્કાર'માં ગુંજયો દેશપ્રેમ અને સંસ્કારનો નાદઃ શ્રી શ્રી એકેડેમીનું આયોજન

રાજકોટઃ આર્ટ ઓફ લીવીંગના સિદ્ઘાંતો પર ચાલતી શાળા શ્રી શ્રી એકેડેમી દ્વારા વાર્ષિકોત્સવની અનોખી ઉજવણી કરી હતી. 'સંસ્કાર'ના નામ થી યોજાયેલ આ સંસ્કૃતિક કાર્યક્રમમાં એકેડેમી ના દરેક  બાળકો એ અલગ અલગ કૃતિ ઓ રજુ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શ્રી એકેડેમી શાળામાં વાર્ષિકોત્સવના કાર્યક્રમ ની કૃતિઓ  કોઈ સિલેકશન નથી હોતું. શાળામાં ભણતા દરેક બાળકને સ્ટેજ આપવા માં આવે છે. બાળકો માં આત્મવિશ્વાસ નું સિંચન કરવા એમને કોઈ ને કોઈ કૃતિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ત્યારબાદ શ્રી શ્રી એકેડેમી ના ડે સ્કુલ કેમ્પસ ના સંચાલક શ્રી જયભાઈ પાઢ એ વકતવ્ય આપેલ.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ વાઘેલા એ પણ વાલીઓ ને મોબાઈલ ફોન ના બદલે બાળકો સાથે કવોલીટી ટાઇમ ગાળવા 'રવિવાર પરિવાર'ના સંકલ્પ નું આવાહન આપ્યું હતું.

ગઢપણના દિવસોમાં માતા -પિતાની દયનીય હાલત પર નાટક યોજાયું હતું.  ભાઈ બેહેનના સંબંધો પર તેમજ બાપ અને દીકરાના સંબંધો પર કેન્દ્રિત પેર્ફોર્મંસ  બાળકોએ રજૂ કરેલ. આભારવિધી શાળા ના ટ્રસ્ટી શ્રીમહેશ્વર ભાઈ પુજારીએ કરેલ.

(3:39 pm IST)