Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જય હનુમાન સંત હિતકારી સુન લીજે પ્રભુ અરજ હમારી જન કે કાજ વિલંબ ન કીજૈ આતુર દૌરિ મહા સુખ દીજૈ

ભગવાન શિવના અગિયારમા અવતાર હનુમાનજીનો આજે જન્મદિવસ છે.  આજે હનુમાન જયંતિ વિશ્વભરમાં મનાવવામાં આવી રહી છે. આજે આ પ્રસંગે દેશભરમાં હનુમાનજીની ભકિતપૂર્વક પુજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનાની પૂર્ણિમાના અવસર પર હનુમાજીનો જન્મ થયો હતો. માન્યતા એ પણ છે કે કળીયુગમાં પણ હનુમાનજી જીવિત છે. હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાના દેવતા માનવામાં આવે છે. હનુમાનજી પોતાના ભકતોની ભકિત ઉપર જલ્દી પ્રસન્ન થતા હોય છે. આજે શ્રદ્ધાળુઓ ભગવાનની વિશેષ પુજા-આરાધના કરતા હોય છે અને પોતાના જીવનના સમસ્ત દુઃખોથી છુટકારો મેળવવા પ્રાર્થના કરતા હોય છે. આજના દિવસે લોકો વ્રત પણ રાખતા હોય છે. તસ્વીરમાં રાજકોટમાં હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર એવા ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા બાલાજી મંદિરમાં બિરાજમાન હનુમાનજી દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:30 pm IST)