Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આજથી સ્વ.નાથાભાઈ ભગવાનભાઈ ડોડીયા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે

રાજકોટઃ સતાધાર ક્રિકેસટ કેમ્પ દ્વારા આજે ગુરૂવારથી ''સ્વ.નાથાભાઈ ભગવાનભાઈ ડોડીયા''  રાત્રી પ્રકાશ ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ ૨૦ દિવસ ચાલશે. આ ટુર્નામેન્ટમાં ૯૬ ટીમ અને કુલ મળીને ૧૧૫૨ ખેલાડીઓ ભાગ લઈ રહયા છે.

આ ટુર્નામેન્ટ ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડીએચ) ખાતે રમાશે. આ ટુર્નામેન્ટના ભવ્ય આયોજન હેઠળ ગ્રાઉન્ડમાં આઠ લાઈટ ટાવર ઉભા કરાવમાં આવ્યા છે અને ૧૫૦ જેટલી ફિલ્ડ લાઈટ લગાડવામાં આવેલ છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક ઈનામો આપવામાં આવશે. જેમાં દરેક મેચના મેન ઓફ ધી મેચ, તેમજ ટુર્નામેન્ટના બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન અને મેન ઓફ ધી સીરીઝનો સમાવેશ થાય છે. પ્રથમ વખત કોઈપણ ટેનીસ ટુર્નામેન્ટના આયોજનમાં મેન ઓફ ધ સિરીઝને બાઈકનું ઈનામ આપવામાં આવશે. ટુર્નામેન્ટના ચેમ્પીયનને ૫૧૦૦૦/- નું રોકડ ઈનામ અને રનર્સઅપને ૩૧૦૦૦/-નું રોકડ ઈનામ આપવામાં આવશે. ઉપરાંત ભવ્ય ટ્રોફીઓ પણ આપવામાં આવશે.

પ્રેક્ષકો માટે નવ જેટલા સુંદર ટેન્ટ પણ મુકવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બી.ટી. ગોહીલ(પીઆઈએસ), કેતનભાઈ સાપરીયા, સમીર દોશી, રાજભા પરમાર, બલરાજસિંહ રાણા, જીનુભા, રામદેવસિંહ, પ્રકાશ પુરોહીત, જયોતિન્દ્ર પટેલ, રાજુ જાની અને ગુલાબસિંહ જાડેજા ગ્રાઉન્ડ, લાઈટ, મંડપની વ્યવસ્થા ટુર્નામેન્ટનું રાત્રે ૮:૪૫ કલાકે ઉદ્દઘાટન પૂર્વ ભાજપ પ્રમુખશ્રી નિતીનભાઈ ભારદ્વાજ, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલના હસ્તે થશે.

ક્રિકેટના નિયમો અને મેચના આયોજનની જવાબદારી દિલીપસિંહ જાડેજા, જે.બી.પટેલ, સીજી, કેતન પરમાર, મયુરસિંહ પરમાર, મયંકભાઈ વગેરે જોઈ રહયા છે. સ્કોરીંગ તથા અમ્પાઈરીંગની વ્યવસ્થા પાર્થ જાદવ, પ્રથમેશ બગડાઈ, બહાદુરસિંહ કોટીલા, શૈલેષ પરમાર, વિજયભાઈ, જતીન માનસતા તેમજ મહેશ ગોંડલીયા જોઈ રહયા છે.

આ ટુર્નામેન્ટમાં સેનીટેશન કમિટીના ચેરમેન આશીષભાઈ વાગડીયા, દીપકભાઈ સાપરીયા, પરેશભાઈ ડોડીયા અને દેવાંગભાઈ માંકડ સહાકાર આપી રહયા છે.

દરરોજ સાંજે ૬ વાગ્યાથી ટુર્નામેન્ટ શરૂ થશે. રાજકોટની ક્રિકેટપ્રેમી જનતાને ટુર્નામેન્ટ નિહાળવત શ્રી કેતન સાપરીયા દ્વારા નિમંત્રણ અપાયું છે.(૩૦.૯)

(4:30 pm IST)