Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આધી સે તુની આધ... અડધામા તો અડધામાં છાયડો કેવો મીઠો લાગે!

રાજકોટ : ઉનાળાના મધ્યાહને સુર્યનારાયણ આકરા થયા હોય ત્યારે વરસતા તાપમાં થોડો છાયડો મળી રહે તો પણ કેવો મીઠો લાગે! નીચે ડામરના માર્ગો ભઠ્ઠા જેવા તપતા હોય અને ઉપર આકાશમાંથી ગરમ લુ વરસી રહી હોય ત્યારે બધાયને થોડુ અસહ્ય લાગે. આવા ગરમાહટમાં સૌ છાયડો ગોતવા તલપાપડ બની રહે છે. ત્યારે રાજકોટના લાખાજીરાજ રોડ પર વેપારીઓએ રાહદારીઓ માટે નિઃસ્વાર્થ ભાવે છાયડાની વ્યવસ્થા કરી ઉત્તરદાયીત્વ અદા કર્યુ છે. લાખાજીરાજ રોડ ઉપર થોડા થોડા અંતરે કંતાન કે તાલપત્રી બાંધીને છાયડાની વ્યવસ્થા કરાઇ છે. જે અહીં દ્રષ્ટીગોચર થાય છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:29 pm IST)