Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સ્વઃ એડવોકેટ રાજકુમાર ક્રિપાલસિંહજીના સ્મરણાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

રાજકોટ તા.૧૯: રાજકોટના સીનીયર એડવોકેટ સ્વઃ રાજકુમાર ક્રિપાલસિંહજી પરમારની પુણ્યતિથી અનુસંધાને સતત ત્રીજા વર્ષે તેમના સ્મરણાર્થે વકિલશ્રીઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્વઃ રાજકુમારસિંહજીના પુત્ર રૂપરાજસિંહ પરમારના સહયોગથી તા. ૧૯/૪/૨૦૧૮ તથા તા.૨૦/૪/૨૦૧૮ ના રોજ મોરબી રોડ જકાતનાકા પછી આવેલક્રિકેટ ગ્રાઉન્ડમાં વકિલશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ સહીતની ટીમો વચ્ચે યોજાઇ રહેલ છે.

આ ટુર્નામેન્ટનું ઉધ્ઘાટન રાષ્ટ્રીય લો-કમીશનના સભ્ય અને રાજકોટના સીનીયર ધારાહાસ્ત્રી અભયભાઇભારધ્વાજ તથા બાર કા.ન્સીલ ઓફ ગેજરાતનાપુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે. તેમજ અતિથી વિશેષ તરીકે રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.કે.દેસાઇ ખાસ ઉપસિથત રહેશે.

આ આયોજનને રાજકોટના સીનીયર, ધારાશાસ્ત્રીશ્રીઓ લલિતસિંહ શાહી, અનિલભાઇ દેસાઇ (રાજકોટ બાર એશોસીએશન પ્રમુખ) પિયુષભાઇ શાહ, સંજયભાઇ વ્યાસ, ગીરીશભાઇ ભટ્ટ, મુકેશ ખેસાઇ,મહર્ષી પંડયા, આર.એમ વારોતરીયા, જયસુભાઇ હુકલ, જયુભા રાણા, તરૂણભાઇ કોઠારી, જી.આર.ઠાકર, કમલેશ શાહ, શ્યામલભાઇ સોનપાલ, નયેશ જાની, પ્રશાંત જોષી, હિતેષ દવે સહીતના તમામ સિનીયર એડવોકેટોએ ટેકો આપેલ છે. તેમજ વિવિધ વકીલ સંગઠનો ક્રિમીનલ બાર તુષાર બસલાણી, હેમાંગ જાનસ, એમ.એ.સી.પી  બારના શ્રી કે.જે ત્રિવેદી, આર.આર. મહેતા રેવન્યુ બાર ના પ્રમુખ સી.એચ. પટેલ, ડી.ડી. મહેતા, જુનીયર બારના ફાઉનડર ચેરમેન બળવંતસિ઼હ રાઠોડ, હિવરાજસિંહ ઝાલા, યુવા લોયર્સના કિરીટ નકુમ, વોઇસ ઓફ લોયર્સના વિશાલ ગોસાઇ, સોૈરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફેડરેશનના પ્રમુખ બકુલ રાજાણી (રાજકોટના બારના ઉપ પ્રમુખ) શ્રી રાજભા ગોહિલ, ઉપરાંત જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા તેમજ તમામ મદદનીશ સરકારી વકીલશ્રીઓ તેમજ સેનેટ સભ્ય શ્રી કપિલ શુકલ, વિગેરે તમામ એડવોકેટશ્રીઓએ ટેકો આપેલ.

આ આયોજનને સફળ બનાવવા આયોજન કમિટીના અર્જુનભાઇ પટેલ, મનિષભાઇ ખખ્ખર, જે.બી.શાહ, સંદીપ વેકરીયા (સેન્ડી), અમીત વ્યાસ, કમલેશ રાવલ, દિપક અંતાણી,ઇન્દુભા ઝાલા, જિતેન્દ્રસિંહ જાડેજા, અજય જોષી, જતીન ઠક્કર, હર્ષદ બારૈયા, શૈલેષ બનાળીયા, કેતન ભટ્ટી, રવિ વાઘેલા, વિરેન વ્યાસ, કેતન પટેલ, ગોૈરાંગ માંકડ, અજય પીપળીયા, મનીષ દવે, કુલદિપસિંહ જાડેજા, સહીતના મીત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩.૧૨)

(4:29 pm IST)