Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પ્રેક્ષક ગેલેરી ખોલાવવા કોંગ્રેસની અરજન્ટ દરખાસ્ત નામંજુર

પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ સભાગૃહમાં મતદાન પર દરખાસ્ત કરવામાં આવી હતીઃ શાસકોએ બહુમતી એ વિરોધ દર્શાવ્યો

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનમાં જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીની ઉપર પ્રતિબંધ અંગે આજે મળેલ જનરલ બોડમાં વિપક્ષી કોંગ્રેસ જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્તનું શસ્ત્ર ઉગામી અને જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીનો પ્રતિબંધ ઉઠાવી લેવા કોંગી કોર્પોરેટર અને વિપક્ષના દંડક અતુલ રાજાણી દ્વારા અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. પરંતુ સભા ગૃહમાં શાસકો દ્વારા બુહમતી એ આ દરખાસ્તના મંજુર કરવામાં આવી હતી.

આ અંગે કોંગી કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ જણાવ્યું હતું કે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી એ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણીના ટેકા થી મુકેલ અરજન્ટ દરખાસ્ત સામાન્ય સભામાં શાસકો દ્વારા બહુમતીએ નામંજુર કરવામાં આવી હતી.

કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરના આદેશથી છેલ્લા ઘણા સમયથી પ્રેક્ષક ગેલેરી બંધ કરી દેવામાં આવી છે જે લોકશાહીના વસ્ત્રાહરણ સમાન ઘટના છે. પ્રેક્ષક ગેલેરી ખુલ્લી જ રહેવી જોઇએ. તેવી વિપક્ષ કોંગ્રેસની માંગણી છે. સભા અધ્યક્ષ તરીકે તમોએ જાહેર કરેલા પ્રેક્ષક ગેલેરી બંધ રાખવાના આદેશ-નિર્ણયને કોંગ્રેસ સખ્ત  શબ્દોમાં વખોડે છે.

શાસકોની પ્રજાવિરોધી માનસીકતા : કાલરીયા

એક વર્ષથી પણ વધારે સમયથી જનરલ બોર્ડ દરમયાન પ્રેક્ષક ગેલેરી બંધ રાખીને મેયર પોતાની સરમુખત્યાર શાહીનું પ્રદર્શન કરી રહ્યા છે. આજરોજની જનરલ બોર્ડમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર દ્વારા પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવા અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવેલ જે મતદાન ઉપર મુકવામાં આવતા ભાજપના બધા કોર્પોરેટરોએ આ દરખાસ્તની વિરૂધ્ધ મતદાન કરી પ્રેક્ષક ગેલેરી ખોલવાની દરખાસ્ત બહુમતિએ ઉડાવી દેવામાં આવતા હવે એ વાત પણ ખુલ્લી પડી ગઇ છે કે આવી પ્રજાવિરોધી બાબતે સમગ્ર શાસકપક્ષ એક છે અને પ્રજાવિરોધી માનસીકતા આ ઘટનાથી છતી થાય છે તેવા વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાએ આક્ષેપો કર્યા છે.(૯.ર૦)

 

(4:26 pm IST)