Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મહાવીર જન્મ નાટ્યોત્સવ : સ્વપ્ના ડેકોરેશન સ્પર્ધા

 રાજકોટ : નૂતન જૈન મહિલા મંડળ દ્વારા મહાવીર જયંતિની ઉજવણી અંતર્ગત મહાવીર જન્મ નાટ્યોત્સવ ઉજવાયો હતો. જેમાં પ્રીતિબેન અજમેરા, વર્ષા દોશી, હિના કામદાર, ચેતના મહેતા નાટક રજૂ કરેલ. આ સાથે મંડળની બહેનોએ ૧૪ સ્વપ્ના ડેકોરેશન કોમ્પીટીશનમાં પણ હોંશભેર ભાગ લીધો હતો. પહેલુ ઈનામ વર્ષા દોશી, નીરૂબેન દોશી, નીતાબેન કામદાર, શોભનાબેન પ્રફુલાબેન સંઘાણીને રસીલાબેન બદાણી તરફથી ઈનામ આપેલ. સીમોલીબેન શાહે વિજેતા જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મંડળ સીનીયર સીટીઝન બહેનો માટે છેલ્લા ૫૫ વર્ષથી સરલાબેન પારેખ, કલાબેન બદાણી, ભાનુબેન કોઠારી ચલાવી રહ્યા છે. (૩૭.૯)

(4:25 pm IST)