Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લોધેશ્વર સોસાયટીમાં જૂગાર રમતા છ શખ્સો પકડાયા

કમલેશ, દિનેશ, ગુણવંત, મનસુખ, મુકેશ અને બલરામની ધરપકડ

રાજકોટ તા. ૧૯ :.. લોધેશ્વર સોસાયટીમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જૂગાર રમતા છ લોધા શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ રવિરાજસિંહ જાડેજા, હેડ કોન્સ. રાહીદભાઇ સમા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ કુલદીપસિંહ  જાડેજા, હરપાલસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મુકેશભાઇ લોખીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હરપાલસિંહ, પૃથ્વીરાજસિંહ અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે લોધેશ્વર સોસાયટી શેરી નં. ૬ માં દરોડો પાડી જૂગાર રમતા લોધેશ્વર સોસાયટીમાં રહેતા કમલેશ નાનજીભાઇ ઝરીયા (ઉ.૩૦), દિનેશ રમેશભાઇ ઝરીયા (ઉ.૩૦), મનસુખ બચુભાઇ ઝરીયા (ઉ.પ૧), મુકેશ ભીખુસિંહ પતરીયા (ઉ.૪૩), બલરામ મોહનભાઇ ઝરીયા (ઉ.૩૦), અને અંબાજી કડવા પ્લોટ શેરી નં. ર માં રહેતો ગુણવંત પોપટભાઇ સુનવરીયા (ઉ.૪પ) ને પકડી લઇ રૂ. ૩૮,૬૮૦ ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:15 pm IST)