Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પટેલ બોર્ડીગના વિદ્યાર્થીના આપઘાત કેસમાં બે બાળ આરોપીની આગોતરા અરજી મંજુર

રાજકોટ તા.૧૯: પટેલ બોર્ડીગના વિદ્યાર્થીને આપઘાત કરવા મજબુર કરવાના ગુન્હામા બાળ આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે પીઠડીયા-૩, ગામ તા.કાલાવડ, જી.રાજકોટ ખાતે રહેતા વલ્લભભાઇ મેપાભાઇ ભંડેરીએ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનમા સરદાર પટેલ બોર્ડીર, સરદાર પટેલ મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, પાસે રાજકોટ ખાતે રહેતા વિદ્યાર્થીઓ તથા જવાબદાર ગૃહપતિ તથા તપાસના કામે ખુલનાર વ્યકિતઓ સામેએ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, આરોપીઓએ ફરીયાદીના મરણજનાર પુત્ર સાગરે તા.૧૧-૯-૨૦૧૭ના રોજ રાત્રીના સમયે કોઇ કારણોસર બોર્ડીગના વિદ્યાર્થીઓએ માર મારતા ફરીયાદીના પુત્ર સાગરને આ બનાવ બાબતે લાગી આવતા તેણે બોર્ડીગના નવા બિલ્ડીંગના કોઇ માળે થી કુદી આપઘાત કરી લીધેલ હોય, અને તેમા આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ફરીયાદીના દિકરાને કોઇ કારણોસર માર મારી મરી જવા માટે મજબુર કરેલ જેથી બાળ આરોપીઓએ આગોતરા અરજી કરી હતી. તપાસનીશ અધિકારીશ્રીનું સોગંદનામુ, બન્ને પક્ષોની દલીલો, તથા કેસ પેપર્સ તથા કાયદાકીય આધારોને ધ્યાને લઇ રાજકોટના એડી. સેશન્સ જજ શ્રી બી.પી.પુજારાએ એવા મંત્વય પર આવેલ કે હાલના અરજદારો (બાળ કિશોરો)નુ ફરીયાદમા નામ નથી, તેમજ અન્ય સહ તહોમતદાર રાકેશ કુમાર પરસોતમભાઇ પટેલને આગોતરા જામીન પર મુકત કરવામાં આવેલ છે, હાલના અરજદાર કયાંય નાસી ભાગી જાય તેમ નથી, જેથી તમામ સંજોગોને લક્ષ્મા લઇ અરજદારો (બાળ કિશોરો)ને આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં બન્ને અરજદારો (બાળ કિશોર) વતી રાજકોટના એડવોકેટશ્રી લલીતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, સી.એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ,, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોષી રોકાયેલ હતા.(૯.૧૮) 

(4:15 pm IST)