Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કલેઇમ બાર એસો.ના પ્રમુખપદે કે. જે. ત્રિવેદી ઉપપ્રમુખપદે જી.આર.પ્રજાપતિ-સેક્રેટરીપદે એસ.ટી.જાડેજા

Alternative text - include a link to the PDF!

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ શહેરમાં કલેઇમ કેસોની વકીલાત કરનાર એડવોકેટસની કલેઇમ બારની ચૂંટણી જાહેર થયેલ હતી. આ ચૂંટણીમાં રાજકોટ કલેઇમ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે શ્રી કે.જે. ત્રિવેદીની બીજી વખત બીન હરિફ વરણી થયેલ હતી, તેની સાથે સને ર૦૧૮ના ઉપપ્રમુખ તરીકે શ્રી જી.આર. પ્રજાપતી, સેક્રેટરી તરીકે એસ.ટી. જાડેજા, જોઇન્ટ સેક્રેટરી તરીકે જે.બી. નારીગ્રા તથા ટ્રેઝરર તરીકે બી.સી. પટ્ટણીએ ઉમેદવારી નોંધાવેલ હતી, પરંતુ અન્ય કોઇએ ઉમેદવારી પત્રક નહીં ભરતા તમામ હોદ્દેદારોને બીન હરિફ વિજેતા જાહેર કરવામાં આવેલા. ચૂંટણી કમિશ્નર તરીકે સીનીયર એડવોકેટ જયદેવભાઇ શુકલા, મનીષભાઇ ખખ્ખર તથા જીતેન્દ્ર રાવલે કાર્ય સંભાળેલ હતું.

રાજકોટ શહેરના કલેઇમને લગતા પ્રશ્નો માટે કલેઇમ બાર હંમેશા લડત આપી રહેલ છે અને સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેરમાં યોજાનાર લોક-અદાલતમાં કલેઇમના સૌથી વધુ કેઇસોમાં સમાધાન કરી, કરાવી અને અરજદારો તથા વિમા કંપનીને વિશ્વાસમાં લઇને ઉત્તમ કામગીરી બજાવી ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલ છે.

હંમેશા જાગૃત રહેનાર એડવોકેટ કે.જે. ત્રિવેદીની કલેઇમ બારના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર વકીલ મંડળ દ્વારા તેમના ઉપરઅભિનંદનની વર્ષા થઇ રહેલ છે. આ પ્રમુખ સાથે ઇરફાન મારવીયા, પ્રિયાંક ભટ્ટ, વી.એમ. વાઢેર, જયોતીબેન પંડયા, સ્તવન મહેતા, કલ્પેશ નશીત, શૈલેષ પંડયા સહિતની યુવા કારોબારી બનાવી અને ઉત્સાહમાં વધારો કરેલ હતો.

રાજકોટના સીનીયર એડવોકેટ અને ભારત સરકાશ્રીના લો કમિશનના મેમ્બર અભયભાઇ  ભારદ્વાજ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, બાર એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ દેસાઇ, કલેઇમ બારના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, સીનીયર એડવોકેટશ્રી સુનીલભાઇ  મોઢા, મયુરસિંહ ઝાલા, જે.જે. ત્રિવેદી, ડી.આર. ચૌધરી, પી.આર. દેસાઇ, એન.આર.શાહ,  એ.કે. જોષી, ગોપાલ ત્રિવેદી, એચ.સી. સાયાણી,  વિગેરે મિત્રોએ કલેઇમ બાર હોદેદારોને    અભિનંદન પાઠવેલા. (પ-ર૦)

 

(4:15 pm IST)