Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ભૂપેન્દ્ર સચદે સામે ટ્રસ્ટના લાખોના ગોટાળાનો આરોપ !!

રઘુવંશી ફાઉન્ડેશન-જલારામ હોસ્પિટલના ચેરમેને ખાનગી કંપનીને ટ્રસ્ટના ૧.૧પ કરોડ બારોબાર વગર વ્યાજે આપી લાખોની કન્સલટન્ટ ફી મેળવી !!: દિલ્હીની પ્લેકસસ કાુ.ના ડો. અમીત રાજનને બીજો-ત્રીજો માલ ભાડે આપી ''મલાઇ''તારવી ચેરીટી કમીશ્નરના નિયમો તથા ટ્રસ્ટના બંધારણની ઐસી કી તૈસી કર્યાની રાવ નીતિ-નિયમો નેવે મુકી બબ્બે મેડીકલ સ્ટોર !! સચદે કન્સલટન્ટ અને પુત્રી માર્કેટીંગ મેનેજર ! MRI તથા CT-Scan મશીનોનો સાનીયા કંપની સાથે કરાર પરંતુ હંમેશા થાય છે ''ખોટ''!!

રાજકોટ તા. ૧૯ :.. શહેરમાં તબીબ વિંગે અનેરી સેવાકીય પ્રવૃતિ કરતા શ્રી રઘુવંશી ફાઉન્ડેશન સંચાલીત શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પીટલના ચેરમેન અને ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રભાઇ સચદેની સામે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના ચેરમેન સંજય લાખાણી અત્યંત ગંભીર અને ચોંકાવનારા લાખોના ગોટાળા કર્યાના આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સંજય લાખાણીએ ધરતીકંપ સર્જાય તેવા આક્ષેપો કરી એવા આરોપ લગાવ્યા છે કે ટ્રસ્ટના ૧ કરોડ ૧પ લાખ રૂપિયાની ચેરમેને પોતાના હોદાનો દુરઉપયોગ કરી દિલ્હીની પ્લેકસસ ઇન્ટરવેન્શનલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીને કાર્ડીયા કેટ યુનિટ (સીસીયુ) કેથલેબ અને કાર્ડીયાક ઇન્ટેનસીવ કેર ચલાવવા માટે વગર વ્યાજે લોન આપી હતી અને હોસ્પીટલના બીજા અને ત્રીજા માળની જગ્યાનો દસ વર્ષનો કરાર કરેલ છે. જે અત્યંત વિવાદાસ્પદ છે.

આ ઉપરાંત સૌથી આશ્ચર્ય પમાડે તેવો આક્ષેપ કર્યો છે કે દિલ્હીની કંપનીને ઉપરોકત સવલતો આપવાના બદલામાં ચેરમેન ઉપરોકત કંપનીના મુંબઇ સ્થિત સંકુલના કન્સલટન્ટ બનીને દર મહિને ૧ લાખ રૂપિયા વટભેર ચેકથી મેળવે છે અને તેમના પુત્રીને પ્લેકસસ કંપનીના માર્કેટીંગ મેનેજર તરીકે નિમ્યા છે જેના પણ રૂ. પ૦ હજાર મેળવે છે.

ઉપરોકત બાબતે બીજા ટ્રસ્ટીઓ દ્વારા જનરલ બોર્ડની મીટીંગમાં ખુલાસો માંગતા ચેરમેન-ટ્રસ્ટીશ્રીએ એવું જણાવેલ કે આ રકમ કંપનીના કન્સલટેશન તરીકે તથા તેમની સુપુત્રી માર્કેટીંગ મેનેજર તરીકે લે છે. ટ્રસ્ટની હોસ્પીટલમાં નિઃશુલ્ક ભાવે સેવા આપવાની હોય છે તેના બદલે ટ્રસ્ટનાં હોદાનો ગેરઉપયોગ કરી અમુક ટ્રસ્ટીઓની મીઠી નજર હેઠળ આવા કાર્યો થતા હોય તો અને સેવાકીય ટ્રસ્ટ ગણાય કે મેવાકીય ટ્રસ્ટ ગણવું. તેમ સંજય લાખાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

શ્રી લાખાણીનાં જણાવ્યા મુજબ ટ્રસ્ટની કોઇપણ મીલ્કતનો કરાર કરતા પહેલા ચેરીટી કમિશ્નરશ્રીની પરવાનગી સેવી જરૂરી હોય છે જે આ કિસ્સામાં લેવાયેલ નથી તેવું ફલિત થાય છે કારણ કે ચેરીટી કમિશ્નરની મંજૂરી મેળવવામાં ડીપોઝીટનો કયાંય પણ ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય તો જ મંજૂરી આપવામાં આવતી હોય છે જે આ કિસ્સામાં વગર વ્યાજની માતબાર રકમની ડીપોઝીટ આપેલ હોય જેથી ચેરીટી કમિશ્નરશ્રી મંજૂરી મળવાપાત્ર જ નથી.

પ્લેકસસ ઇન્ટરવેન્શનલ પ્રાઇવેટ લી. સાથે થયેલ સમજૂતી મુજબ નીચે પ્રમાણે આવકના કિસ્સાની વહેંચણી નીચે મુજબ નકકી કરવામાં આવેલ. જે ૪૦ લાખ સુધી ૧પ ટકા લેખે ૬ લાખ રૂ., ૪૦ લાખથી ૮૦ લાખ સુધી રપ ટકા લેખે ૧૦ લાખ રૂ. થી લઇને ર૦ લાખ સુધી અને ૮૦ લાખથી વધુ ૩૦ ટકા લેખે ર૪ લાખ રૂ. નકકી થયેલ.

પરંતુ પ્લેકસસ ઇન્ટરવેશનલ પ્રા. લી. દ્વારા દર મહિને ફીકસ ર,પ૦,૦૦૦ રૂપિયાનો ચેક ડોનેશન રૂપે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પીટલને આપવામાં આવેલ છે. જે દેખીતી રીતે તદન ગેરવ્યાજબી હોય પરંતુ ચેરમેન તથા તમામ ટ્રસ્ટીઓ પોતાના હીત સાચવવા કયારેય પણ પ્લેકસસ ઇન્ટરવેન્શનલ પ્રા. લી.ના હિસાબો ચેક કરવાની તસ્દી લીધેલ નથી.

પ્લેકસસ કંપની સાથે થયેલ સમજૂતી મુજબ પ્લેકસસ કંપનીએ હોસ્પીટલની અંદર આવેલ મેડીકલ સ્ટોરની ઉપયોગ કરવાનો રહેશે તેવું નકકી થયેલ અને તે પેટે હોસ્પીટલે મેડીકલ સ્ટોર પાસેથી રૂ. ૧૦ લાખ ડીપોઝીટ લીધેલ. પરંતુ ચેરમેન-ટ્રસ્ટી તથા હોદદારોનું હિત ન સચવાતું હોય સમજૂતીનો ભંગ કરી નિયમ વિરૂધ્ધ થઇ પ્લેકસસ કંપનીને ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટમાંથી  હોસ્પિટલના બીજા માળે નીતિ નિયમોને નેવે મૂકી અથવા લાંચ આપી લાયસન્સની વ્યવસ્થા કરાવી આપેલ જે ખરેખર મળવાપાત્ર હોતું નથી તેવો ગંભીર આક્ષેપ પણ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદે કરેલ છે.

આ ઉપરાંત હોસ્પિટલની અંદર આવેલ એમઆરઆઇ તથા સીટી સ્કેનના જે મશીનો આવેલા છે તે સાનીયા કંપની જે દિલ્લીની જ છે તેની સાથે થયેલ કરાર મુજબ ૯૦% હિસ્સો જલારામ હોસ્પિટલ તથા ૧૦% સાનીયા કંપનીનો રહેશે તેવી સમજૂતી કરાર થયેલ છે. આ કરાર મુજબ ટોટલ કલેકશન સાનીયા કંપની દ્વારા કરવામાં આવે છે અને વિવાદ દર મહિને હિસાબ કરવામાં આવેલ છે.

અચરજ પમાડે તેવી વાત એ છે કે સાનીયા કંપની દર મહિને રૂ. ૧ લાખથી લઇ ર લાખ સુધીની નુકશાની છેલ્લા અંદાજે ત્રણેક વર્ષથી દર્શાવી આ રકમની ભરપાઇ શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ચેકથી કરવામાં આવે છે, પરંતુ ચેરમેન/ટ્રસ્ટીઓ દ્વારા કયારેય પણ સાનીયા કંપની પાસેથી હિસાબ અંગેનો ખુલાસો માંગેલ નથી તો શું આ દિલ્લીની કંપનીઓ રાજકોટમાં નુકશાની વેઠે અને તેની ભરપાઇ ટ્રસ્ટની હોસ્પિટલો કરે તે કેટલે અંશે વ્યાજબી તેવો પ્રશ્ન પણ સંજય લાખાણીએ કર્યો છે.

સાનીયા કંપનીના એમઆરઆઇ તથા સીટી સ્કેનનો એન્યુઅલ મંથલી કોન્ટ્રાકટ (એએમસી) કરવામાં આવેલ છે. જેની રકમ વાર્ષિક ર૪ લાખ ચૂકવવામાં આવે છે જે ખરેખર તપાસ કરતા બીજી હોસ્પિટલમાં વાર્ષિક અએમસીનો કોન્ટ્રાકટરનો ચાર્જ રૂ. ર લાખ હોય છે એ અએમસીમાં માત્ર કૌભાંડ આચરાયાનું શ્રી લાખાણી જણાવેલ છે.

તેમના  જણાવ્યા મુજબ બીજી કંપનીઓનો વાર્ષિક ચાર્જ હોય તે સાનીયા કંપનીનો માસિક ચાર્જ છે તો આ કંપની પાસે એવા તો કેવા મશીનો છે કે જેનો મેન્ટેનન્સ ચાર્જ રૂ. ર૪ લાખ વાર્ષિક થાય જે ટ્રસ્ટ હોસ્પિટલ કોઇપણ ટેન્ડર લીધા વગર આવો કોન્ટ્રાકટ ટ્રસ્ટીના હિત સાચવવા માટે કોણ હોય તો તે કેટલે અંશે વ્યાજબી છે ???  માત્ર અંત હિત સાધવા અપાયાનો આક્ષેપ તેમણે કર્યો છે.

પ્લેકસસ સાથે થયેલ સમજૂતી મુજબ ઓકસીજન જલારામ હોસ્પિટલે આપવાનો રહેશે તેવી રીતે અને શું ચાર્જ લઇને આપશે તેવું સમજૂતિમાં કોઇ ઉલ્લેખ નથી, પરંતુ આજ સુધી હોસ્પિટલે પ્લેકસસ કંપની પાસેથી કોઇપણ જાતની રકમ ઓકસીજન પેટે લીધેલ ન હોય અને પ્લેકસસ કંપની દ્વારા દર્દીઓ પાસેથી એકસીજન પેટે ૭પ૦ રૂપિયા લેવામાં આવે છે તેવી જ રીતે લોન્ડ્રીના કપડા હોસ્પીટલ ધોઇ આપશે પરંતુ તેનો આજદિન સુધી કોઇપણ  ચાર્જ પ્લેકસસ કંપની પાસેથી લેવામાં   આવેલ નથી. તો શું હોસ્પીટલે પ્લેકસસ કંપનીને દત્તક લીધેલ છે.

 તેવો  આકરો  પ્રશ્ન પણ સંજય લાખાણીએ કર્યો છે.

જલારામ હોસ્પીટલ ટ્રસ્ટ પ્લેકસસ કંપનીને એક વધુ સવલત આપવાના ભાગ રૂપે તેમને ત્યાં દાખલ થતા કોઇપણ દર્દીને ર૦%  લેબોરેટરીમાં રાહત આપવામાં આવે છેઅને એજ દર્દી જો જલારામ હોસ્પીટલમાં દાખલ હોય અને લેબોરેટરી ટેસ્ટ કરાવે તો તેમને કોઇપણ જાતની રાહત આપવામાંં આવતી નથી. તો આવું 'ઓરમાયુ વર્તન' મુળ  ટ્રસ્ટની હોસ્પીટલ સાથે શા માટે કરવામાં આવે છે. તે  સમજાતું નથી આવું શા માટે ?? તેવો અણીયારો સવાલ પણ કરાયો છે.

અખબારી યાદીના અંતમાં સૌરાષ્ટ્ર વિકાસ પરીષદના સંજય લાખાણીએ જણાવ્યું છે કે  શ્રી જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પીટલ શરૂ કરવાનો પાયાનો મુળભુત ઉપદેશ માત્રને માત્ર સમાજના ગરીબ તથા જરૂરીયાતમંદ દર્દીઓની સેવા વિના મુલ્યે તથા નહીવત ખર્ચે ઇલાજ  કરી આશીર્વાદરૂપ આયોજન હતું પરંતુ જે રીતે હાલ વહીવટ થઇ રહ્યો છ.ે

તે અંગે સમસ્ત રઘુવંશી સમાજ તથા ટ્રસ્ટ તથા હોસ્પીટલમાં યોગદાન આપનાર સર્વે દાતાઓએ જાણકારી મેળવીને મુળભુત ઉદેશનું હનન થઇ રહ્યું છેકે નહી તે જોવું અત્યંત આવકાર્ય છ.ે

શહેરની સેવાકીય અને ખ્યાતનામ હોસ્પીટલના ચેરમેન ત્થા ટ્રસ્ટી સામે ચોંકાવનારા  આક્ષેપો થતા રાજકોટમાં તથા લોહાણા સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. (પ-ર૧)

(4:14 pm IST)