Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ભીલવાસ ચોકમાં છાશ કેન્દ્ર શરૂ

રાજકોટઃ ફ્રિડમ યુવા ગ્રુપ- રાજકોટ દ્વારા સતત પાંચમા વર્ષેથી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સહયોગથી શહેરના જરૂરીયાતમંદ વિસ્તાર એવા ભીલવાસ, ગવલીવાડ, વીરમાયા, ઠકકરબાપા સહિતના પરિવારજનોને ઉનાળાનાં ધોમધખતા તાપમાં ટાઢક આપવા સેંકડો પરિવારોને દૈનિક નિઃશુલ્ક છાશ વિતરણ રોકડીયા હનુમાન ચોકમાં છાશ કેન્દ્રનો પ્રારંભ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કશ્યપભાઈ શુકલ, વિનુભાઈ ઉદાણી, જયંતભાઈ ધોળકીયા, દર્શીતભાઈ જાની, રોહીતભાઈ સિધ્ધપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે દેવાંગભાઈ માંકડ, બીપીનભાઈ પાઠક, રાજુભાઈ ઉમરાણીયા, ડો.હર્ષદભાઈ પંડીત, લક્ષ્મણભાઈ મકવાણા, જહાનવીબેન ગણાત્રા, ભૂપેન્દ્રભાઈ શાહ, સચીનભાઈ શુકલ, નયનાબેન મકવાણા, રાજુભાઈ દવે સહિતનાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કિરીટ ગોહેલ, રીતેશ ચોકસી, રોહીત નિમાવત, ચંદ્રેશ પરમાર, નિતીન જરીયા, સુરેશ રાજપૂરોહીત, જીજ્ઞેશ ધ્રુવ, દિલજીત ચૌહાણ, રાજુભાઈ રાઠોડ, રાજુભાઈ માસ્તર, મયંક પાંઉ, રસીકભાઈ મોરધરા, ભરત તન્ના, નારણ રાઠોડ, સહિતનાં કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.(૩૦.૪)

(2:45 pm IST)