Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ગણેશ ચોથ નિમિતે ગણપતિ દાદાને ચુરમાના લાડુનો પ્રસાદ અર્પણ કરવાનો મહિમા

રાજકોટ તા.૧૯: આજે વૈશાખ મહિનાની ચોથ છે  અને આજના દિવસને ગણેશ ચોથ તરીકે ઉજવવામાં આવે છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના ગણેશ મંદિરોમાં તથા ઘરે ઘરે ગણપતિજીનું  વિશેષ પુજન અર્ચન  કરવામાં આવે છે. ગણેશજીને આજે ઘઉના લોટ અને ગોળ મિકસ કરીને ચુરમાના લાડુ બનાવવાને ધરવામાં આવે છે અને  ભકતજનોને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

વૈશાખ મહિનાની ગણેશ ચોથનું મહત્વ વધારે છે. વૈશાખ મહિનામાં આવતી ગણેશચોથ એ ગણપતિદાદાનો જન્મદિવસ છે, જ્યારે ભાદરવા મહિનાની ચોથએ ચંદ્રના શ્રાપ નિવારણ વ્રતની ચોથ છે.  આથી વૈશાખ મહિનાની ચોથનું  મહત્વ ધાર્મિક રીતે વધારે હોય છે. દરેક શુભ કાર્યોમાં સૌપ્રથમ  ગણપતિદાદાની પુજા કરવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા  છે. એટલે કે જીવનના દરેક વિઘ્નો દૂર કરે છે.  આથી ગણપતિદાદાની પહેલા પુજા થાય છે. ગણપતિદાદાનો પ્રિય વાર મંગળવાર છે. લાલ વસ્ત્ર, લાલ રંગ, લાલ કલરનું ગુલાબ ઘઉં, મોદક, ગોળ અને સોપારી તેમજ ધ્રોકડ ગણપતિદાદાને પ્રિય છે.  આજે ગણેશ ચોથ એટલે કે વિઘ્નહર્તાની આરાધના કરવાનો અવસર છે. રાજકોટના સિદ્ધિ વિનાયક મંદિરોમાં આજે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. (૪.૧)

(2:45 pm IST)