Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

''બેંકીંગ ઉદ્યોગ રહેશે પરંતુ બેંક રહેશે કે કેમ ?'' વિષે કાલે હિમાશુ ભાયાણી- ડો.તુષાર હાથીનું વકતવ્ય

આવતીકાલે બેંકના કર્મચારીઓ માટે અનેરો અવસર

રાજકોટ, તા.૧૯: આવતીકાલે બેંક કર્મચારીઓને માટે એક અનેરો અવસર છે. ૧૯૪૬ના ૨૦ એપ્રીલના રોજ એઆઈબીઈઓનો સ્થાપના દિવસ છે. તેમજ આ દિવસે બેંક કર્મચારીઓના હૃદયસ્થ સ્વ.કો.આર.ડી.ત્રિવેદી જેઓએ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના ૪૬ વર્ષ સુધી મહામંત્રી તરીકે સેવા આપેલ છે તેમની જન્મજયંતિ છે.

આ દિવસે યાદગાર રીતે ઉજવવા રાજકોટના બેંક કર્મચારીઓ તરફથી ''વાત્સલ્ય'' સંસ્થા જે માનસીક ક્ષતિવાળા બાળકોને સેવા અને શિક્ષણ પ્રદાન કરે છે તે સંસ્થાને અપંગ બાળકોને ઉપયોગી એવી ખુરશીઓ અર્પણ કરવાના છે.

બેંક કર્મચારીઓને હાલની બેંક ઉદ્યોગની પરિસ્થિતિની માહિતી મળી રહે તે સબબ પત્રકાર હિમાંશુભાઈ ભાયાણીનું ''બેંકીંગ ઉદ્યોગ રહેશે પરંતુ બેંક રહેશે કે કેમ?'' તે વિષય પરનું વકતવ્ય તેમજ ડો.તુષાર હાથીનું ''શું આપણે ગર્ભિત આર્થિક કટોકટી તરફ જઈ રહયા છીએ'' તે વિષય પરનું મનનીય વકતવ્ય સાંજે ૫:૩૦ કલાકે હોટેલ એવરગ્રાન્ડ ખાતે રાખવામાં આવેલ છે.

આ વકતવ્યમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી શ્રી કે.પી.અંતાણીની યાદીમાં જણાવાયું છે.(૩૦.૮)

 

(2:44 pm IST)