Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મીરામ્બીકા કોલેજમાં દિક્ષાંત સમારોહ

 બીબીએ, બીસીએના વિદ્યાર્થીઓ માટે મીરામ્બીકા કોલેજ દ્વારા તાજેતરમાં દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. એસઓડી રવિભાઇ પઢીયાર, પ્રિન્સીપાલ ડો. રમાબેન જોષી, શ્રી ગોસાઇ, સંસ્થા ડાયરેકટર મયુરધ્વજસિંહ, ચેરમેન હર્ષાબા જાડેજા, ટ્રસ્ટી બી. ડી. જાડેજા વગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. ઇન્ટરનેશનલ લાયન્સ કલબના ચાલુ વર્ષના ગવર્નર હિતેષભાઇ ગણાત્રા, ડી. ગવર્નર  ચંદ્રકાન્ત દફતરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગોસાઇએ કરેલ.

(2:07 pm IST)