Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જસદણના વાજસુરપરામાં કોળી યુવતિ વર્ષાનો ઝેર પી આપઘાત

બીજા બનાવમાં આ જ વિસ્તારના ભાવેશ કોળીને પિતાએ પગાર બાબતે ઠપકો આપતાં ઝેર પી ગયો

રાજકોટ તા.૧૯: જસદણના વાજસુરપરા જીલેશ્વર પાર્કમાં બે જુદા-જુદા બનાવમાં કોળી યુવતિ અને કોળી યુવાન ઝેર પી જતાં બંનેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં યુવતિનું મોત નિપજ્યું હતું.

વાજસુરપરા જીલેશ્વર પાર્કમાં રહેતી વર્ષા (હર્ષા) દિપકભાઇ ડાભી (ઉ.૧૯) ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે ઘેર ઝેર પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું સારવાર દરમિયાન સાંજે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી. વર્ષા બે ભાઇની એકની એક બહેન હતી. તેના પિતા દિપકભાઇ ગોવિંદભાઇ ડાભીને ચાની કેબીન છે. વર્ષાએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વાજસુરપરા-૧૭માં રહેતો અને હીરા ઘસવાનું કામ કરતો ભાવેશ પોપટભાઇ તલાવાડીયા (ઉ.૨૨) નામનો કોળી યુવાન બપોરે બે વાગ્યે ઝેર પી જતાં રાજકોટ ખસેડાયો હતો. તેના ભાઇ અરવિંદના કહેવા મુજબ ભાવેશે બે મહિનાથી ઘરમાં પગાર આપ્યો ન હોઇ તે બાબતે પિતાને ઠપકો આપતાં તેણે ઝેર પીધુ હતું. સારવાર બાદ તેણે રજા લીધી હતી. (૧૪.૫)

(1:09 pm IST)