Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દ્યોડેસ્વારીનો આનંદ માણતા એસજીવીપી ગુરુકુલ રાબડા રાજકોટના છાત્રો

રાજકોટ તા. ૧૯:  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ  અમદાવાદની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા રાજકોટમાં હાલ ધો. ૧ થી ૧૨ સુધીના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સંસ્કાર સભર શિક્ષણ મેળવી રહ્યા છે.

બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી શ્રેષ્ઠ શિક્ષણ સાથે દ્યોડેસ્વારી, સ્વીમીંગ, ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ, વગેરે ઇન્ડોર – આઉટડોર રમતોમાં અનુભવી કોચ દ્વારા તાલીમ અપાય રહી છે. શાળામાં અભ્યાસ કરતા તથા અન્ય બાળકો-બાલિકાઓ પણ મનગમતી રમતોની ટ્રેનીંગ લઇ ઉનાળાના વેકેશનના સમયનો રચનાત્મક ઉપયોગ કરી શકે તે માટે આગામી તા. ૩૦ એપ્રિલ થી ૨૭ મે ૨૦૧૮ સુધી સમર સ્પોર્ટ્સ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

વધુ વિગત માટે મો. ૯૭૨૭૩ ૮૩૮૩૪ અને ૯૭૨૭૯ ૫૯૫૯૦ ઉપર સંપર્ક કરવા વિનંતી.

(12:16 pm IST)