Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સ્ટોક એક્ષચેંજની સિકયુરીટી કંપનીના વેચાણ અંગે સાંજે ફાઇનલ

રાજકોટની અજય નટવરલાલ સિકયુરીટીએ ખરીદી લીધી પણ ૯૭.પ૯ ટકા સ્ટોકને બાદ કરતા રાા ટકા અંગે મડાગાંઠ સર્જાઇ : સિકયુરીટી બાદ બીજો પ્રોજેકટ બીલ્ડીંગ વેચવા અંગેનો હાથ ઉપર લેવાશેઃ હાલના ભાવ પ્રમાણે ૩૦ કરોડ આસપાસ રકમ આપી શકે છેઃ નિર્દેશ...

રાજકોટ તા. ૧૯ : સેબીએ પહેલા સૌરાષ્ટ્ર-કચ્છ એક્ષચેંજની માન્યતા રદ્દ કરી નાખ્યા બાદ સ્ટોક એક્ષચેંજ વેચવાની કામગીરી કરાઇ હતી, પરંતુ તે વખતે વિવાદ થયો હતો, અને બાદમાં ફરીથી કાર્યવાહી કરાઇ હતી, અને સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજની સિકયુરીટી કંપની માટે બીડ મંગાવાઇ હતી.

આ બીડ ગઇકાલે ખોલાઇ હતી, અને તેમાં રાજકોટની અજય નટવરલાલ સિકયુરીટીએ સૌથી ઉંચી બોલી ૧૩.પ૯ કરોડમાં બોલી હતી અને પરિણામે હવે આજે બોર્ડ મીટીંગમાં ANS એટલે કે અજય નટવરલાલ સિકયુરીટીને ફાઇનલ MOU સાથે સિકયુરીટીનો માલીકી હક્ક આપી દેવાશે. તેમ સ્ટોકના સિનિયર મોસ્ટ ડાયરેકટર શ્રી સૂનીલશાહે આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું.

સ્ટોક પાસે ૯૭.પ૯ સ્ટોક છે. અને બાકીનો રાા ટકા સ્ટોક બહારના પાસે છે, અને તે પ્રશ્ને મડાગાંઠ સર્જાઇ છે તે અંત્રે શ્રી શાહે ઉમેર્યું હતુ કે આ સાવ મામૂલી બાબત છે, આ પ્રશ્ન ચર્ચા-વિચારણાથી અને સાંજે મળનાર બોર્ડ મીટીંગમાં ઉકેલી લઇશું, અને આમ છતા, જો ANS દ્વારા આ બાબતે નહી મનાય તો બીજા નંબરે જેમની બોલી છે તે અમદાવાદની ટ્રેડબૂલને આ સિકયુટી મળી શકે છે, તેમની બોલી ૧૩.પપ કરોડની છે, અને ત્રીજા નંબરે ૧૩.રપ કરોડ સાથે મારવાડી શેસ ફાયનાન્સ છે. શ્રી સૂનીલભાઇ શાહે ''અકિલા''ને ઉમેર્યું હતું કે, સરકારને ર.૮૦ કરોડની સ્ટેમ્પ ડયુટીની વાત છેતે બાબત સત્ય નથી, કંપનીના ચોપડે આવી કોઇ લાયેબેલીરી નથી, જે કંઇ રકમ ૩પ થી ૪૦ લાખ આસપાસ હશે તે તથા ટેક્ષ ભરીને બાકીની રકમ ૩૪૭ ચેમ્બર વચ્ચે સરખે ભાવે વેચાશે, તે અંગે પણ હવે નિણર્ય લેવાશે.સિકયુરીટી જે કંપની લેશે તેના અન્ડરમાં તમામ બ્રોકરો-ડીપી વિગેરે આવી જશે, સિકયુરીટીમાં હાલ ૬પ મેમ્બરો છે ! તેમાંથી ૩પ થી ૪૦ માંડ એકટીવ છે.

તેમણે જણાવેલ કે અમે અમારો બીઝનેશ વેચીએ છીએ, બીલ્ડીંગ તો સ્ટોક એક્ષચેંજનું જ છે, એ વેચવા અંગેનો હવે પછીનો બીજો પ્રોજેકટ છે, હાલની બજાર પ્રમાણે સ્ટોક એક્ષચેંજનું બીલ્ડીંગ ૩૦ કરોડ આસપાસમાં વેચાઇ શકે તેમ છે. પરંતુ તે પહેલા બીજા-ત્રીજા માળે રહેલા બ્રોકરો એટલે કે ડીપોઝીટરો સાથે વાતચીત- મીટીંગ બાદ નિણર્ય લેવાશે, હાલ આજે બોર્ડ મીટીંગમાં સિકયુરીટી અંગે સાંજે ફાઇનલ નિર્ણય લેવાઇ જશે.

(12:03 pm IST)