Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કરમાળ કોટડાની ગુમ થયેલ પરણિતાને ૪ બાળકો સાથે આટકોટ પોલીસે શોધી કાઢી

આટકોટ તા. ૧૯: ગોંડલના કરમાળ કોટડા ગામેથી ૪ બાળકો સાથે ગુમ થયેલ પરણિતાને આટકોટ પોલીસે શોધી કાઢી હતી.

 

પોલીસ અક્ષિક રાજકોટ ગ્રામ્યના ઓની સુચનાથી ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે મીસીંગ ડ્રાઇવનું આયોજન જીલ્લામાં કરવામાં આવેલ હોય નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ તથા આટકોટ પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. એ. વી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આટકોટ પો. સ્ટે.ના પો. હેડ કોન્સ. ગોપાલભાઇ મોહનભાઇ ધાધલ, લોકરક્ષક સંજયભાઇ પરમાર તથા પો. કોન્સ. ગોવીંદભાઇ ધાધળનાઓએ આટકોટ પો. સ્ટે.માં દતા. ૧પ-૪-ર૦૧૮ના રોજ પ ગુમસુધા દાખલ થયેલ હોય જેમાં ત્વરીત કામગીરી કરીને ગુમ થનાર નં. (૧) ઇલાબેન વા/ઓ દીનેશભાઇ બાબરીયા ઉ.વ. ૩૦ તથા નં. (ર) મનીષાબેન ડો/ઓ દીનેશભાઇ બાબરીયા ઉ.વ.૧૦ તથા (૩) આરતીબે ડો/ઓ દીનેશભાઇ બારીયા ઉ.વ. ૦૮ તથા (૪) ખુશીબેન ડો/ઓ દીનેશભાઇ બાબરીયા ઉ.વ.૦૬ તથા (પ) યશભાઇ સ/ઓ દીનેશભાઇ બાબરીયા ઉ.વ. અઢી વર્ષ રે. બધા કરમાળ કોટડા તા. ગોંડલ જીલ્લો રાજકોટ વાળાઓને મીસીંગ ડ્રાઇવ અનુસંધાને શોધી કાઢેલ છે તેમજ તેઓના વાલી વારસને સોંપી આપી ઉમદા અને ત્વરીત કામગીરી કરેલ છે. (૭.૧૬)

(11:49 am IST)