Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

વાવડીનું રેકર્ડ ચૂંટણી સૂધી તો કબાટમાં જ હતું બાદમાં ગૂમ થયું: બેદરકારી બદલ તલાટી ગીધવાણીને નોટીસ

સંભવત આજે તાલૂકા મામલતદાર કરમટા પોતે FIR નોંધાવશેઃ હાલ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૮ : તાલુકામાં આવેલુ વાવડી ગ્રામ પંચાયતની હાલ મહાનગરપાલિકાની વોર્ડ ઓફીસમાંથી વાવડી ગ્રામ પંચાયતનો પ૭ વર્ષનો રેકર્ડ ભેદી સંજોગોમાં ગુમ થયાના બનાવમાં તાલુકા પોલીસ મથકમાં નાયબ મામલતદાર એમ.ડી.મહેતાએ જાણવા જોગ નોંધ કરાવતા પી.એસ.આઇ.પી.પી.ચાવડાએ જાણવા જોગ નોંધના આધારે તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે તાલુકા મામલતદાર અને તલાટી મંત્રીના નિવેદનો નોંધવામાં આવ્‍યા હતા.

નિવેદનમાં ર૦૧પમાં વાવડી ગ્રામ પંચાયત મહાનગર પાલીકામાં ભળ્‍યા બાદ પંચાયતની ઓફીસમાં વોર્ડ ઓફીસ બની ગઇ હતી અને જરૂર હોય ત્‍યારે મામલતદાર કચેરીના તલાટી કે અન્‍ય કર્મચારીઓ વાવડી ગ્રામ પંચાયતનો રેકર્ડ ત્‍યાં રહેલા બંને કબાટમાંથી કાઢી આવતા હતા જે મુજબ તા.૭/૩/ર૦ર૩ ના રોજ તલાટી મંત્રી મનીષ ગીધવાણી તપાસ કરવા જતા રેવન્‍યુ રેકર્ડ ગુમ થયાની જાણ થઇ હતી. ચૂંટણી સુધી કબાટમાં રેવન્‍યુ રેકર્ડ હતો બાદમાં ગુમ થયાનુ જાણવા મળતા પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી છે કુલ ૬૦૦ જેટલી મિલકતોનો રેવન્‍યુ રેકર્ડ ગુમ થયાથી વિગતો પ્રકાશમાં આવી છ.ે પોલીસે સીસી ટીવી કુટેજના આધારે તપાસ આદરી છે.

દરમ્‍યાન તાલુકા મામલતદાર કરમટાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે એફ.આઇ.આર. લગભગ તો હું જ નોંધવા જઇશ તેમણે જણાવેલ કે રેવન્‍યુ રેકર્ડ ગુમ થવા  અંગે બેદરકારી બદલ  અમે તલાટી ગીધવાણીને તેની સામે શા માટે પગલા ન લેવા અને બેદરકારી બદલ કેમ કાર્યવાહી શા માટે પગલા ન લેવા અને બેદરકારી બદલ કેમ કાર્યવાહી ન કરવી તે અંગે ખુલાસો કરવા નોટીસ ફટકારી છે.

(3:59 pm IST)