Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

કોટડાસાંગાણી તાલુકાના ૪૨ ગામમાં ૩૫૦૦ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનો લાભ અપાયો

તાલુકાના તમામ ૪૨ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી ૧૫ દિવસોમાં આશરે ૩૫૦૦ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડાયો

રાજકોટ:રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના તમામ ૪૨ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી ૧૫ દિવસોમાં આશરે ૩૫૦૦ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

હાલ શનિ-રવિની રજાઓમાં પણ તમામ કચેરીઓ ચાલુ રાખવા ઉપરાંત રાત્રિ કેમ્પ કરી ઇ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી ચાલુ રાખી મહત્તમ શ્રમિકોને લાભ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયત કચેરી ઉપરાંત સસ્તા અનાજની દુકાનો વગેરે સ્થળે પણ ઇ-શ્રમ કાર્ડ નોંધણી કામગીરી કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારો/શ્રમિકો અને તેમના પરિવારોજનોને રૂ. ૨,૦૦,૦૦૦(બે) લાખ સુધીનું વીમા કવચ મળી શકે તે માટે ઈ-શ્રમ કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે.શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવી સરળ રહે તે માટે જિલ્લાના દરેક તાલુકા અને ગામ ખાતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેમ કોટડાસાંગાણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી આર.આર. ઠોરિયાએ જણાવ્યું હતું.

(1:13 am IST)