Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરાનાની શંકાએ રાતે આરોગ્‍ય અને પોલીસ તંત્રની દોડધામ

રાજકોટના જંગલેશ્વરમાં રહેતા યુવાનને કોરોનાની શંકા સાથે દાખલ કરવામાં આવ્‍યો છે. તેનો જામનગરથી આવેલો રિપોર્ટ અસ્‍પષ્‍ટ હોઇ હવે સેમ્‍પલ પુના મોકલાયા છે. ત્‍યાંથી સાંજે રિપોર્ટ આવવાની શક્‍યતા છે. રિપોર્ટ પોઝિટીવ હોવાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. આરોગ્‍ય તંત્રએ કલેક્‍ટર શ્રી રેમ્‍યા મોહનની સુચનાથી રાતોરાત બેઠક યોજી હતી. તબિબોની ટૂકડી જંગલેશ્વરમાં રાતે પહોંચી હતી અને સિવિલમાં દાખલ યુવાનના સંપર્કમાં આવેલા ૧૪ સ્‍વજનોને તેમના ઘરેથી અલગ પથિકાશ્રમમાં સાવચેતીના પગલારૂપે રાખવામાં આવ્‍યા છે. તબિબોએ જંગલેશ્વરમાંથી યુવાનના સ્‍વજનોને ક્‍વોરન્‍ટાઇન કરવાના હોઇ પોલીસની પણ મદદ લીધી હતી. મ્‍યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલની સુચનાથી આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડ સહિતની ટીમ જંગલેશ્વરમાં પહોંચી હતી. તસ્‍વીરોમાં સ્‍વજનોને લઇ જવાની કાર્યવાહી, આરોગ્‍ય અધિકારીઓ તથા પોલીસની ટીમો અને એમ્‍બ્‍યુલન્‍સ સહિતના વાહનો અને લોકો એકઠા થઇ ગયા હતાં તે દ્રશ્‍યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:18 am IST)