Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ફાગણ ફોરમતો આયો... આયો રે આયો ...ફાગણ ફોરમતો આયો

હોલી આઇ રે કન્હાઇ... : કાલે હોળી દહન - ગુરૂવારે રંગપર્વ ધુળેટી

છાણા એકત્ર કરવા ઘેરૈયાઓ સજજ : ખજુર, ધાણી, દાળીયા, ટોપરૂ, સાકરના હારડા બજારોમાં ગોઠવાયાઃ મંદિરોમાં ફુલડોલ ઉત્સવ ઉજવાશે

લ્યો આવી ગઇ ધૂળેટી ...  રંગ - પીચકારીની બજારોમાં ખરીદીનો ધમધમાટ :  રાજકોટ : હોળી ધુળેટી પર્વનો આનંદ ચોમેર ઉભરાઇ રહ્યો છે. કાલે હોળી દહન કર્યા બાદ ગુરૂવારે રંગપર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. કોઇ રંગે રમવા તો કોઇ રંગથી રમાવા આતુર બન્યા છે. બજારોમાં લાલ, લીલા, પીળા રંગ ઢગલા મોઢે ખડકાઇ ચુકયા છે. બાળકો માટે પીચકારીની પણ અવનવી આઇટેમોનું બજારમાં આગમન થયુ છે. ખજુર, ધાણી, દાળીયા, ટોપરાની પણ ખરીદી ચાલી રહી છે. તસ્વીરમાં તહેવારોની ખરીદીથી ધમધમતી બજારો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : રંગની બાદબાકી કરી નાખો તો બધુ નકામુ થઇ પડે! પછી એ દુન્યવી વસ્તુ હોય કે જીવન હોય. મનુષ્ય જીવન સાથે અનેક રંગો વણાયેલા છે. ત્યારે ગુરૂવારે રંગપર્વ ધુળેટી હોય આનંદના અબીલ ગુલાલ ઉડાડવા લોકો અધીરા બન્યા છે.

ધુળેટીના પૂર્વ દિવસે 'હોળી' મનાવવામાં આવે છે. છાણાના ગંજ ખડકી અગ્ની ચાંપી હોલીકા દહન કરવામાં આવે છે. કાલે ચોકે ચોકે હોળી દહન કરવા ઘેરૈયાઓ સજજ બન્યા છે. ઠેરઠેર હોળી ધુળેટી ઉત્સવના આયોજનો થયા છે. તો મંદીરોમાં ફુલડોલ ઉત્સવ ઉજવવા તૈયારીઓ કરવામાં આવી છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

જીવનગરમાં ૧૧,૧૧૧ છાણાની વિશાળ હોળી

રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે જીવનનગર વિકાસ સમિતિ અને જીવનનગર એકતા ગૃપ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, સીનીયર સીટીઝન ગૃપના સૌજન્યથી કાલે તા. ૨૦ ના રાત્રે ૮.૩૦ વાગ્યે હોળી દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૧૧,૧૧૧ છાણાનો ગંજ ખડકવામાં આવશે. મેયર બીનાબેન આચાર્ય, નગરસેવકો અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી માધવ દવે, પ્રમુખ રજનીભાઇ ગોલ, પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી સહીતના આગેવાનોની ઉપસ્થિતીમાં હોલીકા ઉત્સવ અને ધુળેટી પર્વની ઉજવણી કરાશે. સમગ્ર આયોજન માટે રાજેશભાઇ બોરીચા, ઘનશ્યામ ઉપાધ્યાય, પિયુષ ત્રિવેદી, મહેશ રાઠોડ, ચિંતન ઠકરાર, નીતિન ચૌહાણ, સુમિત શુકલ, નયન ફીચડીયા, નિલ્પેશ ગાંધી, રાજ પીઠડીયા, અમિત શુકલ, મનીષ રાજાણી, તેજસ શીંગાળા, વિપુલ પંડયા, મુકેશભાઇ પોપટ, ડો. તેજસ ચોકસી, વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહીત, પાર્થ ગોહેલ, વી. સી. વ્યાસ, ગોવિંદભાઇ ગોહેલ, વિજયભાઇ જોબનપુત્રા, પંકજભાઇ મહેતા, અંકલેશ ગોહિલ, શૈલેષ પુજારા, શૈલેષ પટેલ, નયનેશ ભટ્ટ, જેન્તીભાઇ જાની, પુજારી, ભુપેન્દ્રભાઇ ભટ્ટ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, જયોતિબેન પુજારા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, ક્રિશ્નાબેન ભટ્ટ, હર્ષાબેન પંડયા વકીલ, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચૌહાણ વગેરે પ્રમુખ જયંતભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.

કોઠારીયા કોલોનીમાં કાલે હોલીકા દહન

કોઠારીયા કોલોની ગરબી ચોક ગૃપ દ્વારા કાલે ૧૧૦૦૦ છાણાની હોળી કરાશે. રાત્રે ૯ વાગ્યે અગ્નિની કાંડી ચાંપી ઉત્સવનો આરંભ થશે. આસપાસની કોલોનીના લોકો હાથમાં જળ કળશ લઇ પ્રદક્ષિણા કરી ખજુર, ધાણી, દાળીયાનો હોમ કરશે. મોડી રાત્રે ઘુઘરીનો પ્રસાદ અપાશે. સમગ્ર આયોજન માટે કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપના પ્રમુખ અનોપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, અશોકભાઇ ચૌહાણ, શબીરભાઇ સવાણ, વિશાલભાઇ ચૌહાણ, હેમલ ચૌહાણ, ક્રિપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ, સિધ્ધરાજસિંહ જાડેજા, જયભાઇ આસોડીયા, સંદીપભાઇ સોલંકી, ધર્મદીપસિંહ જાડેજા, મીત ચાવડા, કુલદીપસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, રશ્વીનભાઇ જાદવ, શનિ જાદવ, જયેન્દ્રસિંહ જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, અશરફભાઇ મેમણ, નિમેષ પરમાર, હિેતેષભાઇ સોલંકી, મનોજ મકવાણા, અજયભાઇ સોલંકી, કલ્પેશ ઠાકર, છગનભારથી ગોસ્વામી (પુજારી) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફાગણ પૂનમનું પ્રવચન

રેસકોર્ષમાં આવેલ પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં કાલે બુધવારે સાંજે પ.૩૦ થી ૬.૩૦ દરમિયાન નિશીથભાઇ ઉપાધ્યાય ફાગણ મહીનાના મહાત્મ્ય વિષે પ્રવચન આપશે.

સંકીર્તન મંદિરે ફુલડોલ ઉત્સવ

કાલાવડ રોડ પર આવેલ શ્રી પ્રેમભીક્ષુજી મહારાજ મંદિર પ્રેરીત હરીનામ સંકીર્તન મંડળ દ્વારા ગુરૂવારે સવારે ૧૧ નીજ મંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવાશે.

કનૈયા ગ્રુપની પ્રેરક પહેલ : બેડીપરામાં  હોળી દર્શનાર્થીઓને કપુર - એલચી વિતરણ કરાશે

રાજકોટ : બેડીપરામાં કનૈયા ગ્રુપ દ્વારા હોળી ઉત્સવનું આયોજન કરાયુ છે. સ્વાઇન ફલુને અંકુશમાં લેવાના આશય સાથે બુધવારે હોળી દર્શન કરવા આવનાર તમામને કનૈયા ગ્રુપ દ્વારા હોળીમાં હોમ કરવા કપુર અને એલચીનું વિતરણ કરાશે. આ કાર્યને સફળ બનાવવા ટેલુભાઇ મેવાડા, કાનાભાઇ મેવાડા, સંજયભાઇ મેસરીયા, કિસનભાઇ ભખોડીયા, રાહુલભાઇ ટોઇટા, કાદરભાઇ શાહમદાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ૧૫ હજાર છાણાની હોળી રચાશેઃ મનમોહક રંગોળી કરાશે

રાજકોટઃ મોમાઈ મિત્ર મંડળ દ્વારા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં દર વર્ષની જેમ ૧૫ હજાર છાણાની હોળીનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર લતાવાસીઓ દ્વારા પરંપરાગત રીતે હોળીની  ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હોળીની સાથે સમગ્ર ચોકમાં મનમોહક રંગોળી પણ રચવામાં આવશે. હંસા પ્રોવીઝન વાળા ચોકમાં લાઈટોનો ઝગમગાટ પણ કરવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા માટે વિજયભાઈ ચૌહાણ, સુનીલભાઈ બાબરીયા, શશીભાઈ બાટવીયા, હેમાંશુભાઈ પારેખ, અમિત પોપટ, મનીષભાઈ કાથરોટીયા, ઉમંગ ફડદુ, અમિત લાવડીયા, પ્રશાંત દવે, ચંદ્રેશભાઈ પટેલ, દિપ કાલરીયા, અશોકભાઈ સોલંકી, કાનાભાઈ પરમાર, અજયભાઈ પરમાર, વલ્લભભાઈ વેરાયા, અજયસિંહ વાઘેલા, વિરેન ડાભી, લાલાભાઈ દવે સહીતના રહેવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. દિપકભાઈ સાપરીયા તથા બકુલભાઈ જાની (નિવૃત ડીવાયએસપી)નું સતત માર્ગદર્શન મળતુ રહ્યું છે.

ધુળેટીએ '' હાસ્યના રંગોની રેલમ  છેલમ'' લાફટર થેરાપીસ્ટ જીતેન્દ્ર ઠકકરનો કાર્યક્રમ

  રાજકોટઃ તા.૧૯, આ ધુળેટી પર બધાને, હાસ્યના રંગોથી રંગી લઈએ,  થોડુંક હસી ને જોઈ લઈએ, થોડું હસાવીને જોઈ લઈએ.  હાસ્યના તમામ નવા ઉપયોગો સાથે, નવા રંગો સાથે,  આપણે આપણા શહેરને તંદુરસ્ત કરી ને જોઈ લઈએ.   જાણીતા લાફ્ટર થેરાપિસ્ટ શ્રી જીતેન્દ્ર ઠક્કર દ્વારા  તા. ૨૧ ગુરુવારે,  સવારે ૬:૧૫ થી ૬:૪૫ કલાકે,  વીર ભગત સિંહ ગાર્ડન, આકાશવાણી ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે લાફ્ટર થેરાપી ના કાર્યક્રમ નો આયોજન કરવામાં આવેલ છે.  આ લાફટર થેરાપીના કાર્યક્રમમાં વીર ભગત સિંહ ગાર્ડન લાફિંગ કલબના મેમ્બરો અને સંચાલક શ્રી પ્રવીણભાઈ લાડાણી, તેમજ યોગા સેન્ટરના મેમ્બરો અને સંચાલક શ્રી રવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.  જાહેર જનતાને નવા હાસ્યના પ્રયોગો નો લાભ લેવા વિનંતી. કરાઇ છેે. આ અંગે વધુ વિગત માટ શ્રી જીતેન્દ્ર ઠક્કર - મો. ૯૪૨૭૨ ૬૪૩૬૦ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • તેલંગણામાં કોંગ્રેસને મોટો ફટકો : ચુંટણી પહેલા તેના ૭ ધારાસભ્યો શાસક TRS માં જોડાયા access_time 3:22 pm IST

  • જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો ફિરોઝ ઉર્ફે ફિરીયો ગફાર ઝડપાયો : પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ શિવાય બારોટ અને ઈન્ચાર્જ આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતર તથા લઘધીરસિંહ જાડેજાએ પેટ્રોલીંગ દરમિયાન સંતોષી માના મંદિર પાસેથી ફિરોઝને ઝડપી લીધો access_time 6:04 pm IST