Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

હોલીકા પર્વ પાછળની પીઠીકા હોલી ખોલે રહસ્યની ઝોળી હોલી આઇરે કન્હાઇ બધાઇ હો બધાઇ

ચેતનાને ચેતાવંતી બનાવવા એને વ્યવહારિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક દૃષ્ટિકોણ અર્પવા, અનેક પર્વો, પરંપરાઓ, વ્યવસ્થાઓ આપણે ત્યા અસ્તિત્વમાં છે. આવો જ એકતા, આત્મીયતા અને અખંડીતતાના તાંતણે બાંધણે, ઉરમાં, ઉલ્લાસ, ઉમંગ ભરતો, હેતના હિલ્લોળા લેવડાવતો રાગ તોડી, સંગ જોડી, સ્નેહના રંગની બોછાર કરતો પર્વ એટલે હોલીકોત્સવ, હોળી.

હોળી એ રંગ,ભંગ,ઉમંગનો ઉત્સવ છે. ફૂલો તણા સંગનો ઓચ્છવ છે. ભીતર ભીનાશ, મીઠાશ, કુમાશ, હળવાશ ભરવાનો ભવ્ય પર્વ છે.

હોળી પર્વએ પ્રકૃતિ પ્રતિ પ્યારની પૂકાર ઇકરારનો પર્વ છે. પર્યાપ્ત પાકની પ્રાપ્તી પછી પરમાત્માને પ્રેમના પુષ્પોથી પોખવાનો પુનિત પર્વ છે.

હોળીએ તૃપ્તીનો તહેવાર છે. વહાલપનો વ્યવહાર છે. એકબીજા પ્રત્યે પ્યાર, દુલાર દર્શાવવાનો મહોત્સવ છે.

હોળી એ રાધા માધાનો મધુરો મિલનોત્સવ છે.

હોળીએ અનેકતામાં એક રાગનો રંગોત્સવ છે. હોળી કામને કશમાં અને વશમાં રાખવાની સોનેરી શીખ અર્પતો તેની મહતા અને મર્યાદાને મહેકાવતો મદનોત્સવ છે.

હવે એના આધ્યાત્મિક અર્થનો આછેરો અણસાર માણીએ. હિરણ્ય એટલે બ્રહ્મ ઉત્પન્ન કરનાર યાને પ્રકાશ એનો 'રીપુ' યાને દુઃશ્મન એટલે, અંધકાર અને હિરણ્યકશિપુ એટલે અંધકાર રૂપી અહંકાર.

પ્રહલાદ એટલે 'પ્ર' એટલે વિશેષ અને 'હલ્લાદ' એટલે, આનંદ વિશેષ આનંદ પરમાત્મા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે સત્ ચિત્ત આનંદ યાને સચ્ચિદાનંદ રૂપી બ્રહ્મની પ્રાપ્તી થાય. અતઃપ્રહલાદ એ બ્રહ્મનું પ્રતિક છે. આથી સહેજે સમજાય કે, જયાં પ્રકાશ હોય ત્યાં અંધકારનો નાશ થાય. આથી જ પ્રહલ્લાદના કારણે જ અહંકાર અને અંધકારરૂપી હિરણ્યકશિપુનો નાશ થયો.

'પહાડ' એ અંધકાર અહંમ, મોહનું પ્રતિક છે. પ્રહલ્લાદજીને પહાડ ઉપરથી નીચે પાડવા છતા કશું થતું નથી જયાં સાચુ જ્ઞાન છે. ત્યાં સ્થળ ધન, દોલત, માલ, માતાનો મદ મોહ ટકતો નથી. જેથી એને કશું થતું નથી. સુક્ષ્મ સત્તાનો સ્પર્શ કરનારને સ્થુળ સતાનો કશો મોહ રહેતો નથી.

પ્રહલ્લાદને મારવા હાથીનો પ્રયોગ કરાય છે. હાથી નીચે ચગદી નાખવાનો અર્થ છે. હાથી રૂપી કાળા અને ભારે બંધનમાં બાંધવુ. મોહમાયામાં નાખવું. જ્ઞાન મુકત વ્યોમી છે. એને કોઇ બંધન સીમાડા નડતા નથી. આથી હાથી રૂપી મહાબંધન પણ એને કશું કરી શકતુ નથી.

હોલીકાનો અર્થ  છે. કુમતિ અહંકાર અને અધંકારની સગી બહેન કુમતિ છે. આગએ સત્ય  નુ પ્રતિક છે. જયારે જ્ઞાન અને અજ્ઞાન સત્ય સામે પ્રગટ થાય ત્યારે આપો આપ અજ્ઞાન નષ્ટ થાય. અજ્ઞાન ને ભ્રામક ભ્રમ હોય છે કે તે મરવા નો નથી.(હોલીકા નો અગ્નિમા નહી બળવાનુ વરદાન ) તેને કોઇ મારી (બાળી) શકવા નુ નથી. પરંતુ સત્ય જ્ઞાન રૂપી પ્રકાશ થતોલ સત્ય બહાર આવતા. અજ્ઞાન આપો આપ ખત્મ થઇ જાય છે યાને બાળી જાય છે. આટ, આટલી પ્રતિતિ અને અનુભુતિ થવા છતા અહંકાર પોતાના અધંકારથી બહાર નથી નીકળતો આટલુ જોયા પછી પણ હિરણ્યકશિપું પોતાની શૈતાની હરકતોથી બહાર ન આવ્યો. પ્રહલાદ ને થાંભલે બાંધી ખુદ એનો વધ કરવા ગયો. અંધકારને ખુદને જયારે બંધનનો અહેસાસ થાય ત્યારે સ્વયમ જ્ઞાન પ્રગટે. થાંભલામાંથી ભગવાન નૃૃસિંહની ઉત્પતિ  મતલબ બંધનથી જ્ઞાન યાને મુકિતની પ્રાપ્તિ અને અજ્ઞાન અંધકારનોે વિનાશ હર આપતિ,  વિપતિ, મા જ્ઞાન, પ્રકાશ, બ્રહ્મ અવિચળ રહેછેઉપર કહયુ તેમ પ્રહલાદ એ જ્ઞાન, પ્રકાશ, બ્રહ્મનુ પ્રતિક છે. જેથી તેને કોઈ કશુ કશું કંઈ નથી શકતુ તે અવિચળ છે. આ હોલી પવ પાછળની કથાનુ રહસ્ય અને એના પ્રતિકો પાછળની ભાવના , નહિમા, મહતા, અને એની ભીતર છુપાયેલુ ભવ્ય સંદેશ.

જ્ઞાનાગ્નિ પ્રજવળે

હોલિકા (અજ્ઞાન) બળે.

હિરણ્યકશિપુ અજ્ઞાન આવક (અંધકાર) મરે,

પ્રહલાદ (જીવ) મુકિત અનુભવે

મલીન મનના મેલ દુર થાય

સહુ સ્નેહનાં રંગે રંગાય.

કેવી ભવ્ય ભાવનાથી ભરે જોળી

આવો સહુ સાથે રમીએ હોળી.

સામાન્યત : હોળી નો પ્રાગટય સમય તાઃર૦/૩ ને બુધવાર નાં રાત્રીના નવ પછી છે રાતના આઠ અને ઓગણસાઠ મિનિટ સુધી વિષ્ટિ છે.(ભદ્રા)

ઘનશ્યામ ઠકકર રાજકોટ

(3:55 pm IST)
  • ચૂંટણી પહેલા જ મોદીએ ૧ મહિનામાં ૩૬૯૫૬ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ ૧૫૮ ઉદ્દઘાટનો કર્યાઃ રોજની ૧૦૦૦ કિ.મીની યાત્રા કરીઃ રોજ પ પ્રોજેકટ લોન્ચ કર્યાઃ જેમાં બિહાર-ઝારખંડમાં ૨૩ અને ગુજરાતમાં ૧૭ પ્રોજેકટનો સમાવેશ થાય છે access_time 3:42 pm IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST