Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

૧૬૧૫ ઘરોમાં પાણી ચોરી નું ચેકીંગ

ત્રણેય ઝોનનાં વિવિધ વિસ્તારો માંથી ૨૦ ડાયરેકટ પમ્પીંગ, ૨ ભુતીયા નળ પકડાયાઃ રૂ.૨૦ હજારનો વહીવટી ચાર્જ વસુલ્યોઃ પાણી ચેકીંગ ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા.૧૯:  ઉનાળામાં પાણીની માંગ વધુ હોય છે ત્યારે પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓને ઝડપી લઇ કિંમતી પાણી બચાવવા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ એકશન પ્લાન બનાવી ૧૮ વોર્ડમાં ૧૨૬ અધિકારીઓની અલગ અલગ ચેકીંગ સ્કવોડ બનાવી છે . જે અંતર્ગત પાણી ચેકીંગ ટીમ દ્વારા  ગઇકાલે ત્રણેયઝોનનાં વિવિધ વિસ્તારોમાં ૧૬૧૫ મકાનમાં ચેક કરી ૨૦ ડાયરેકટ પંમ્પીંગ, ૨ ભુતીયા નળ તથા પાણી બગાડ કરતા ૯ને ઝડપ્યા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર  યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરી વિસ્તારમાં પાણી પુરવઠાની કામગીરી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાનું પાણી પુરૂ પાડતા  સ્ત્રોતોમાં પાણીની કોઇ ખાસ આવક થયેલ નથી. તેથી હાલ ઉપલબ્ધ  સ્ત્રોતમાં રહેલા પાણીના જથ્થોનો સંભાળપૂર્વક અને કરકસરયુકત ઉપયોગ થાય તે આવશ્યક છે, આ માટે શહેરમાં પીવાના પાણીનાં ભુતીયા કનેકશન, ડાયરેકટ પમ્પીંગ વિગેરેથી થતી ચોરી અટકાવવી જરૂરી છે. આ માટે પાણીનાં સમયે ગઇકાલે તા.૧૮નાં શહેરના તમામ વિસ્તારોમાં ઘરે ઘરે સઘન ચેકીંગ કરવામાં આવતા ૧૬૧૫ ઘરો માંથી  ૨૦ ડાયરેકટ પંમ્પીંગ, ૨ ભુતીયા નળ તથા પાણી બગાડ કરતા ૯ને ઝડપી કુલ રૂ.૨૦ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

(3:47 pm IST)
  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST

  • ઓડિસાના વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ સાથે હિંસક પ્રદર્શન : કાલાહાંડી વેદાંત પ્લાન્ટમાં નોકરીની માંગ ઉગ્ર બની :એક સુરક્ષાકર્મી સહીત બે લોકોના મોત :સુરક્ષાકર્મી અને પ્રદર્શકારીઓ વચ્ચે ઘર્ષણ :30થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST