Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા બાલભવનમાં શનિ- રવિ બિઝનેસ ઈવેન્ટ

મહિલાઓમાં સ્વરોજગાર પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ વધે તે હેતુથી આયોજન

રાજકોટ,તા.૧૯: સતત નવું જ આપવાના ઉમદા હેતુથી શ્રી ઐદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ રાજકોટની રચના થયેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ કાર્યક્રમો આપ્યા. બાદ હવે આગામી તા.૨૩ તથા ૨૪ માર્ચના (શનિ- રવિ)ના રોજ મહિલા પાંખ દ્વારા બાલભવન ખાતે મેગા બિઝનેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓમાં સ્વરોજગાર પ્રત્યે જાગૃતિ વધે, આત્મ વિશ્વાસ વધે તેમજ મેનેજમેન્ટ સ્કીલ વિકસે તેવો છે. આ મેગા બિઝનેસ ઈવેન્ટમાં બહેનો દ્વારા ૯૦ થી વધુ સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું વેંચાણ તથા ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવેલ છે. આ મેગા બિઝનેસ ઈવેન્ટ તા.૨૩ તથા ૨૪ માર્ચ એમ બે દિવસ સવારના ૧૦ થી રાત્રીના ૧૦ સુધી બાલભવન રેસકોર્ષ ખાતે ચાલશે. જાહેર જનતાને ફ્રી પ્રવેશ આપવામાં આવશે.

તા.૨૩ માર્ચ શનિવારે સાવરે ૧૧ કલાકે આ બિઝનેસ ઈવેન્ટ ઉદ્ઘાટન થશે.  આ સમગ્ર આયોજન માટે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ- રાજકોટના ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના સભ્યો  ભાવનાબેન જોષી, વૈશાલીબેન શુકલ, દર્શિતભાઈ જાની, પ્રમુખશ્રી અતુલભાઈ વ્યાસ, મહામંત્રી વિપુલભાઈ શુકલ, રાજલબેન જાની, બિંદુબેન દવે, કવિતાબેન જાની, મીનાબેન ભટ્ટ, હેમાનીબેન રાવલ, મિનાક્ષીબેન જોષી વગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)