Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સ્કીમ્ડ મિલ્ક પાવડર જો માર્કેટમાં મુકવામાં આવે તો ખેડૂતોની સાથે લોકોના આરોગ્યની સેવા થશે

''માહી'' મિલ્ક દ્વારા સ્કીમ્ડ મિલ્ક પાઉડર લોન્ચ

રાજકોટઃ માહી કંપનીના દૂધે તેની ઉચ્ચ ગુણવત્તા થકી માર્કેટમાં એક અલગ જ સ્થાન મેળવી લીધુ છે ત્યારે આ ઉચ્ચ ગુણવત્તાના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલ મિલ્ક પાઉડર જો માર્કેટમાં મૂકવામાં આવે તો ખેડૂતોની સાથે સાથે લોકોના આરોગ્યની પણ સેવા થશે તેવા ઉદ્દેશને ધ્યાને લઇને કંપની દ્વારા માહી સ્કીમ્ડ મિલ્ક પાઉડર લોન્ચ કરી રહ્યા છીએ. તેમ સ્કીમ્ડ મિલ્ક પાઉડર માર્કેટમાં રજૂ કરવા માટે યોજાયેલા સમારંભમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડના સી.ઇ. ઓ. યોગેશ પટેલે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર કચ્છના એક લાખથી વધુ ખેડૂતોની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વારા વિવિધ દૂધ, ઘી, દહીં, છાસ, પનીર, ફલેવર્ડ મિલ્ક, મીઠાઇ વગેરે ઉત્પાદનોની વિશાળ શ્રેણી બજારમાં મૂકવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા શરૂ કરાયેલ ઝુંબેશમાં યોગદાન આપી શકાય અને બાળકો તથા યુવાનોની શારીરિક ક્ષમતા સુધારવાના હેતુથી ગત વર્ષથી કંપનીએ પહેલ કરીને માર્કેટમાં ફોર્ટીફાઇડ દૂધ રજૂ કરેલ છે જેને વ્યાપક આવકાર મળેલ છે અને કંપનીની આ પહેલને આવકારીને કેન્દ્રના એફ. એસ.એસ. એ. આઈ. દ્વારા મિલ્ક ફોર્ટીફિકેશન ચેમ્પિયનનો એવોર્ડ પણ આપેલ છે ત્યારે માહીં દૂધની ઉચ્ચ ગુણવત્તાનો લાભ વ્યાપક પ્રમાણમાં લોકો ઉઠાવી શકેતે હેતુથી આ દૂધમાંથી ઉચ્ચ કવોલિટીનો મિલ્ક પાઉડર તૈયાર કરી માર્કેટમાં મૂકવામાં આવ્યો છે. કંપની દ્વારા આ સ્કીમ્ડ મિલ્ક પાઉડર ગુજરાત રાજયના શ્રેષ્ઠ તેમજ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તરફથી કવોલિટી માર્કનો લોગો મેળવેલ જુનાગઢ ખાતેના પ્લાન્ટ ખાતે તૈયાર કરવામાં આવે છે. આ પાઉડર પ્લાન્ટ આધુનિક સ્પે ડ્રાયર ટેકનોલોજીથી સજ્જ હોઇ ઉત્તમ કવોલિટીનો દાણેદાર પાઉડર બનાવી શકાય છે જે ખૂબ જ સહેલાઈથી પાણીમાં ઓગળી જઈને દૂધમાં પરિવર્તિત થાય છે. ગાયના ઘીને માર્કેટમાં અપ્રતિમ સફળતા મળ્યા બાદ ઉચ્ચ ગુણવત્તાવાળો આ સ્કિમ્ડ મિલ્ક પાઉડર માર્કેટમાં લોન્ચ કરીને કંપનીએ તેની યશકલગીમાં વધુ એક પીછુ ઉમેર્યુ છે.

આ પ્રસંગે સમારંભમાં વિતરકોને સંબોધન કરતા કંપનીના સીઈઓ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે કયારેય કવોલિટી સાથે બાંધછોડ કરતાં નથી. પેઢીઓ સુધી આપણી પ્રોડકટની ઓળખ રહે અને પેઢી દર પેઢી તેનો વ્યવસાય પણ ચાલતો રહે તે હેતુથી ઉંચ્ચ કવોલિટીની પ્રોડકટસ્ માર્કેટમાં મૂકેલી છે. તેમાં માહીના દૂધમાંથી બનાવેલ સ્કીમ્ડ મિલ્ક પાઉડર પણ માર્કેટમાં આગવું સ્થાન મેળવી લેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ પ્રસંગે જુનાગઢ મધર ડેરીના જનરલ મેનેજર અલ્કેશ પટીબધ્ધાએ સ્કીમ્ડ મિલ્ક પાઉડર બનાવવા માટેની ટેકનીકલ માહિતી આપી હતી. કંપનીના ડેપ્યુટી ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ પણ પ્રાસંગિક પ્રવચન, કવોલિટી વિભાગના જગદીશભાઈ રાવલે પ્રેઝન્ટેશન તથા સ્વાગત પ્રવચન હર્ષ ચોબેએ કર્યુ હતું. જયારે આભાર પ્રવચન  નિકેશ ધોળકીયાએ કર્યું હતું.  કાર્યક્રમનું સંચાલન કૈયુમ બલોચે તેમની આગવી શૈલીમાં કર્યું હતું. સમારંભમાં કંપનીના અધિકારીઓ મિથિલ ઓઝા, ડો.વિનોદ જાની, સંજય તલાટી, પરસોતમ પટોલિયા, ડો.સંજય પટેલ, બિપીન ચિકાણી, પ્રદિપ દાસ, રાજેશ ઠક્કર, મનિષ ચાંડેગરા, જ્ઞાનેન્દ્ર વર્મા ઉપરાંત, રાજયભરના ડિસ્ટ્રીબ્યુટર્સ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)