Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચામડીની કરચલી હટાવતી અત્યાધુનિક સારવાર શરૂ થશે

ભારતમાં પ્રથમ અમદાવાદ- રાજકોટમાં સારવાર શરૂ થશેઃ કહાન ભાદાણીએ રાજકોટનું ગૌરવ આસમાને પહોંચાડયું: ડો. દીપક પટેલ, કમલેશ ભાદાણી 'અકિલા'ની મુલાકાતે

ડો.દીપક પટેલ, કમલેશ ભાદાણી, અશ્વિન દેસાઇ નજરે પડે છે.

 

રાજકોટ તા.૧૯: ચામડીની કરચલી દૂર કરીને તરોતાજા-યુવાન રાખે તેવી અત્યાધુનિક સારવાર ભારતમાં સૌપ્રથમ રાજકોટ-અમદાવાદમાં શરૂ થશે.

કેઇરોન લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમીટેડ, અમદાવાદ, ઇન્ડિયાએ બેઇજીંગ ઓરીએન્ટલ ઓટોલોગસ મેડીસીન બાયોટેકનોલોજી લિમીટેડ, ચાઇના સાથે સંયુકત કરાર (જોઇન્ટ વેન્ચર સમજુતિ કરાર) તા. ૦૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બેઇજીંગમાં હસ્તાક્ષર કરાયા હતાં.

સંયુકત સાહસ કંપની ભારતીય બજારમાં એન્ટી-રીંકલ (ઉંમરની ચામડી ઉપર પડતી કરચલીઓ) અને ડેન્ટલ ગમ કેર (દાંતના પેઢા) સારવાર પુરી પાડશે. બેઇજીંગ ઓરીએન્ટલ એ ક્રાંતિકારી નવો સીરમ વિકસાવ્યો છે, જે ફકત ચહેરા ઉપરની કરચલીઓ જ નહીં પરંતુ, ચામડીની અખંડીતતાની જાળવણી પણ કરે છે. આ પેટન્ટેડ ટેકનોલોજીમાં અનન્ય સ્ટ્રકચરલ પ્રોટીનથી સમૃદ્ધ સીરમનો સમાવેશ થાય છે. જે ફકત ત્વચાની સ્તરની અખંડીતતા ને જ નહીં પરંતુ સીરમનું ટકાઉપણું જાળવી રાખે છે. એકવાર વ્યકિતના ચહેરા પર ઇન્જેકશન કર્યા પછી પરંપરાગત ફિલર (હાલમાં વપરાતાં કેમીકલ) ની અસરની તુલનામાં આ સીરમ ૪-પ વર્ષ સુધી ચાલે છે, જયારે પરંપરાગત ફિલરનો પ્રભાવ માત્ર થોડા મહિના માટે જ ચાલે છે.

આ નવી ટેકનિકથી બનાવેલું ખાસ પ્રોટીન છે જે મેટ્રીકસનાં દ્વારા સીરમમાં નવી સંકલીત ત્વચા કોશિકાઓને વિભાજન અને સ્થિરતાનો ટેકો આપે છે. ચામડીનાં કોષો ઓટોલોગસ (દર્દીના પોતાના શરીરમાંથી ઉત્પન્ન કરેલ) કોષોમાંથી વિકસાવેલાં હોવાને કારણે કોઇપણ પ્રકારની એલર્જીક પ્રતિક્રિયાનું જોખમ રહેતું નથી કે અન્ય દવાઓ તેના સાથે લેવાની જરૂર રહેતી નથી.

બેઇજીંગ ઓરીએન્ટલે ચીનમાં ૩૦,૦૦૦થી વધુ લોકોને આ પ્રકારની સારવાર  પ્રદાન કરી ચુકી છે. જેનાં ખુબ સારા અને લાંબાગાળાના પરિણામ જોવા મળેલ છે. હવે આ પરિપકવ તકનીકી સારવાર ભારતીય બજારોમાં આગામી મહિનાઓમાં પ્રદાન કરવામાં આવશે, કારણ કે આ પ્રકારની ઉચ્ચ સ્તરની સારવાર ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી.

કેઇરોન લાઇફ સાયન્સ એ બાયો મેડીકલ કંપની છે. જે વિવિધ પ્રકારનાં કેન્સરની અગાઉથી જાણકારી મેળવવા માટે તેમજ પુર્નઃજીવત ત્વચા (બર્ન્સ તથા ઇજાઓ માટે), કેલોઇડને કાયમી દૂર કરવા અને વાળનાં ફોલીકલની (બીજ ની) વૃદ્ધિ માટે કામ કરે છે.

કેઇરોન લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમીટેડ એ એક યુવાન સાહસિક કહાન ભાદાણી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી સ્ટાર્ટ-અપ કંપની છે. કહાન ભાદાણી કેલિફોર્નિયા, યુ.એસ.એે.માં ઘણાં સંશોધનમાં કાર્યરત છે. અન્ય પ્રમોટર્સ કમલેશ ભાદાણી અને ડો.દીપક નારોલા અમદાવાદ, ઇન્ડિયા સ્થિત છે. કહાન ભાદાણી એક ઉગતી પ્રતિભા છે, જેણે રાજકોટમાં એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસ કરી હાલ કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. કહાન ભાદાણીમાં રહેલ અભુતપૂર્વ ક્ષમતાને સમજી અને તેને બહાર લાવવાનું કાર્ય ડો. દીપક નારોલા કરી રહ્યા છે.

કેઇરોન ભારતમાં જુન-૨૦૧૯ સુધીમાં કાનની જન્મજાત રહેલી ખોડ-ખાંપણ (Microtia) ને પુનઃનિર્માણ પ્લાસ્ટિક સર્જરી દ્વારા સારવાર માટેનું પણ કામ કરશે. આ અંગે વધારે વિગતો માટે મો.૯૮૭૯૪ ૧૭૭૭૬ નંબર પર સંપર્ક થઇ શકે  છે.

(3:43 pm IST)
  • ગરીબ છાત્રોના શિક્ષણ માટે આખરે રાજ્ય સરકાર જાગી :તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ પાસેથી વિગતો મંગાવી... : ૨૨ માર્ચ સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની સંખ્યા આપવાની રહેશે... એપ્રિલ માસમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થવાની સંભાવના... access_time 4:00 pm IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST