Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બળજબરીથી નાણા કઢાવવાના કામ માટે 'હથીયાર' રાખતો!: ભરત ભરવાડ ઝડપાયો

ભકિતનગર પોલીસે રીઢા ગુનેગાર ભરવાડ શખ્સને સિંદુરીયા ખાણ પાસેથી પિસ્તોલ સાથે દબોચી લીધોઃ અગાઉ ૮ ગુનામાં સંડોવણીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૯: શહેરમાં હવે પિસ્તોલ, તમંચા જેવા ગેરકાયદે હથીયારો રાખવા એ જાણે સામાન્ય બાબત બની ગઇ હોય તેમ છાશવારે પોલીસ આવા હથીયારો સાથે ઇમસોને પકડી કડક કાર્યવાહી કરતી રહે છે. છતાં બહારના પ્રાંતમાંથી આવા હથીયારો આવતાં રહે છે. ભકિતનગર પોલીસે ગત સાંજે દેવપરા સિંદુરીયા ખાણ પાસેથી રીઢા ગુનેગાર ભરત રમેશભાઇ ડાભી (ભરવાડ) (ઉ.૨૫-રહે. દેવપરા, કૈલાશ પાનવાળી) શેરીને રૂ. ૧૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી પૂર્વ એચ.એલ. રાઠોડે લોકસભાની ચૂંટણી અંતર્ગત ગેરકાયદે પ્રવૃતિઓ પર નજર રાખવા તેમજ બુટલેગરો, હિસ્ટ્રીશીટરોને તપાસવા સુચના આપી હોઇ તે અંગર્તત પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, સલિમભાઇ મકરાણી, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. વાલજીભાઇ જાડા, ભરતભાઇ મારકણા, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા સહિતના પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે વાલજીભાઇ અને રણજીતસિંહની બાતમી પરથી ભરત ડાભીને પકડી લેવાયો હતો.

આ શખ્સ અગાઉ ધમકી, બળજબરીથી નાણા પડાવવા, મારામારી, વાહન ચોરી, ચિલઝડપ, લૂંટ, ગેરકાયદે પ્રવેશ કરી ધમકી આપવી સહિતના ૮ ગુનામાં પકડાઇ ચુકયો છે. તે ગમે તેની ઉઘરાણીના હવાલા લેવાનું કામ કરતો હોઇ તેમજ અનેક ડખ્ખા ચાલતાં હોઇ તે કારણે ગેરકાયદે હથીયાર સાથે રાખ્યાનું અને રાજકોટથી જ એક શખ્સ પાસેથી લીધાનું રટણ કરતાં વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે. હેડકોન્સ. સલિમભાઇ મકરાણી વધુ તપાસ કરે છે.

(3:37 pm IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • અમદાવાદની સાબરમતી નદીમાં ૪ લોકોએ ઝંપલાવ્યુઃ ૩ના મોત, ૧નો બચાવ : સવારથી લઈ અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪ કોલ મળ્યા access_time 6:04 pm IST

  • ખોડલધામની મહિલા સમિતિમાં કોઈ વિવાદ નથી : શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના પહેલા જ નિવૃતિ જાહેર કરી દીધી હતી : ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિમાં વિવાદ થયાના સમાચારો વહેતા થયા છે ત્યારે ખોડલધામ મહિલા સમિતિના જ એક સભ્યએ જણાવેલ કે મહિલા સમિતિમાં કોઈ વિવાદ છે જ નહિં, પ્રમુખ શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના અગાઉ જ સમાધાન પંચમાં નિવૃતિ જાહેર કરી દીધી હતી આમ છતાં તેઓ હાલમાં પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા છે. તાજેતરમાં ખોડલધામની નવી કન્વીનરની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આમ મહિલા સમિતિમાં કોઇ જ વિવાદ ન હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 3:23 pm IST