Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સાગર મોટર્સના પુનિત બિપીનભાઈ રૂઘાણીની હરણફાળ

ઈલેકટ્રીક સ્કુટરનો દબદબો હવે રાજકોટમાં: ૧ યુનિટમાં ૧૦૦ કિ.મી. દોડવાની ક્ષમતા

આકર્ષક લુકઃ ડ્રાઈવીંગ લાયસન્સ કે હેલ્મેટની જરૂર નથીઃ એલઈડી હેડલાઈટ, ડીજીટલ મીટર, રીમોટ કન્ટ્રોલથી લોક થશે ઈ-સ્કુટર

રાજકોટ, તા. ૧૯ : શહેરમાં કાર ડેકોરેટીવની દુનિયામાં નામના ધરાવતા બીપીનભાઈ રૂઘાણીના યુવાન પુત્ર પુનિત રૂઘાણી ઈલેકટ્રોનીક સ્કુટર રાજકોટમાં લઈ આવ્યા છે. આ સ્કુટર ૧ યુનિટમાં ૧૦૦ કિ.મી. સુધી દોડવાની ક્ષમતા ધરાવે છે.

આ ઈ-સ્કુટર પેટ્રોલથી નહિં પણ ચાર્જીંગથી ચાલશે. હાલમાં આ સ્કુટરનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે પણ આગામી દિવસોમાં શાપર - વેરાવળમાં ઉત્પાદન થાય તેવી પૂરી સંભાવના છે તેમ જાણવા મળી રહ્યું છે.

ઈ-સ્કુટરની વિશેષતા એ છે કે ૭ કલાકમાં ફુલ્લી ચાર્જ થઈ જાય છે અને ૮૦ થી ૧૦૦ કિ.મી. સુધી ચાલી શકે છે. ૧ યુનિટ જેટલો વિજળી વપરાશ થાય છે. બજારમાં હાલમાં આ ઈ-સ્કુટરનો ભાવ રૂ.૫૨ હજાર છે. જેનો અલગથી વિમો પણ અપાય છે. આ સ્કુટરમાં ડ્રાઈવીંગ લાયસન્સ કે હેલ્મેટની જરૂર પડતી નથી. આર.ટી.ઓ.માં રજીસ્ટ્રેશન પણ કરાવવુ પડતુ નથી. સ્કુટરની બેટરીમાં લીથીયમનો ઉપયોગ કરાયો છે. જેની અસર ચોમાસામાં પણ થતી નથી અને વરસાદમાં પણ આસાનીથી ચલાવી શકાય છે.

ઈ-સ્કુટરનું બોડી સ્ટ્રકચર પણ આકર્ષક છે. હેડલાઈટમાં એલઈડી ફીટ કરવામાં આવી છે. મીટર પણ ડીજીટલ બનાવ્યુ છે. ચાવી અને રિમોટ કન્ટ્રોલથી સ્કુટર લોક થશે. ટ્યુબલેસ ટાયર છે.આ અંગે વધુ માહિતી માટે સાગર મોટર્સ, ગોંડલ રોડ, 'સેલ'ના પંપની બાજુમાં, પાસપોર્ટ ઓફીસની સામે, રાજકોટ ખાતે શ્રી પુનિત બીપીનભાઈ રૂઘાણી (મો.૯૪૨૮૩ ૯૯૯૯૯)નો સંપર્ક કરી શકાય છે.

(3:36 pm IST)