Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વાયસીસી મેદાનમાં જામ્યો ફુટબોલ મેચ : લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના સ્પર્ધકોએ દાખવ્યો અદમ્ય ઉત્સાહ

રાજકોટ : લાલબહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે તાજેતરાં ફુટબોલ મેચનું આયોજન કરાયુ હતુ. વાયસીસી ગ્રાઉન્ડ પર રમાયેલ આ મેચમાં ગર્લ્સ ટીમમાં રેડ ટીમ તેમજ બોયઝ ટીમ ૪-૦ ગોલ સાથે રેડ ટાઇટરે ઝળહળતો વિજય મેળવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અલ્પાબેન ત્રિવેદી, આચાર્ય ભારતીબેન નથવાણી અને સ્ટાફ પરિવારે પણ ફ્રેન્ડલી મેચ રમી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ફુટબોલ કોચ અરવિંદ મકવાણાએ સમગ્ર તૈયારી કરાવી હતી. તસ્વીરમાં ફુટબોલને કીક મારી ફ્રેન્ડલી મેચ શરૂ કરાવતા અલ્પનાબેન (હેલીબેન) અને અન્ય તસ્વીરમાં સ્પર્ધક વિદ્યાર્થી ભાઇ બહેનો નજરે પડે છે.

(3:34 pm IST)
  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST

  • રાહુલ ગાંધીને સતાનો શોખ નથી: મેં અને મારા ભાઈએ ખુબ જ સંઘર્ષ કર્યો છે: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલને સતાનો શોખ નથી પરંતુ લોકોની ભલાઈ ઈચ્છે છે: સિરસાના પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચી પ્રિયંકાએ આંખમાં આંસુ સાથે કહ્યું કે તેણીએ દેશ માટે પોતાના પરિવારમાં કેટલાય બલિદાન જોયા છે જેમાં તેની દાદી, પિતાની હત્યા છે અને જાણ્યું છે કે દર્દ શું છે access_time 12:59 am IST

  • ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી : ચૂંટણીપંચ ૨૫મીએ જવાબ રજૂ કરશે access_time 6:04 pm IST