Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

લોકસભાની ચૂંટણી સંદર્ભે અર્ધલશ્કરી દળની એક પ્લાટૂનનું થયું આગમનઃ જંકશન પ્લોટ, રૂખડીયાપરા, લોકો કોલોની, ૫૩ કવાર્ટર વિસ્તારમાં ફલેગમાર્ચ

રાજકોટઃ લોકસભાની ચૂંટણી સંદર્ભે સુરક્ષા માટે આવેલા અર્ધ લશ્કરી દળ (સીઆરપીએેફ)ના જવાનોની એક પ્લાટૂનને રેલનગરમાં ઉતારો અપાયો છે. આ ટૂકડીએ રાજકોટમાં આવતાની સાથે જ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. અર્ધ લશ્કરી દળના જવાનોની એક પ્લાટૂન દ્વારા ગત સાંજે માઉન્ટેડ પોલીસ લાઇન, પોપટપરા, ૫૩ કવાર્ટર, નકલંક પરા, રૂખડીયાપરા, લોકો કોલોની, ગેબનશાપીર દરગાહ મેઇન રોડ, જંકશન રોડ સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા તમામ એસીપીશ્રીઓની રાહબરી અને સુચના હેઠળ રોજબરોજ અલગ-અલગ વિસ્તારમાં આ રીતે જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓ અર્ધલશ્કરી દળોના જવાનોને સાથે રાખી ફલેગમાર્ચ યોજશે. તસ્વીરમાં જંકશનપ્લોટ વિસ્તારમાં યોજાયેલી ફલેગમાર્ચના દ્રશ્યો જોઇ શકાય છે. પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયા આ ટૂકડી સાથે જોડાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)