Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વિરાટ સોમયજ્ઞ દર્શનનો લાભ લેતા મુખ્યમંત્રી

રાજકોટ : ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે યોજાયેલ વિરાટ સોમયજ્ઞમાં શનિવારે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સહપરિવાર દર્શનનો લ્હાવો લીધો હતો. યજ્ઞમાં આહુતી અને સોમકળશમાં અક્ષત પધરાવીને પુજન કર્યુ હતુ. સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ટેમ્પલ બોર્ડના ચેરમેન રાજુભાઇ ધ્રુવ, કમલેશભાઇ મીરાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે યોજાયેલ હાસ્યના કાર્યક્રમમાં ગુણવંત ચુડાસમાએ મોજ કરાવી હતી. રવિવારે યમુનાજીના ચુંદડીનો મનોરથ ઉજવવામાં આવેલ. સોમવારે તુલસી વિવાહ મનોરથ થયેલ.

(3:31 pm IST)
  • અમદાવાદની સાબરમતી નદીમાં ૪ લોકોએ ઝંપલાવ્યુઃ ૩ના મોત, ૧નો બચાવ : સવારથી લઈ અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪ કોલ મળ્યા access_time 6:04 pm IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST