Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભરણ પોષણ કેસમાં પત્નિને માસીક રૂ.છ હજારનું ભરણ પોષણ ચુકવવા હુકમ

રાજકોટ તા.૧૯: 'ભરણપોષણના કેસ મા પત્નીને ભરણપોષણ પેટે રૂ.૬,૦૦૦ ચુકવવાનો પતી વિરૂધ્ધ ફેમીલી કોર્ટ હુકમ કરેલ છે.

આ કેસની ટુંક વિગત એવી છે કે આ કામના અરજદાર કાજલબેન વીનોદભાઇ પલૈયા રહે.કવાર્ટર નં.૮૨૪, આવાશ યોજના, ગુરૂજીનગર, સાધુવાસવાણી રોડ, રાજકોટવાળાએ સી.આર.પી.સીની કલમ ૧૨૫ મુજબ ભરણપોષણના કાયદા અન્વયેની ફરીયાદ આ કામના સામાવાળા વિનોદભાઇ અરવીંદભાઇ પલૈયા (પતી) રહે.સુતારફળી ચોક, કાસુરીયાના દવાખાનાનો ખાંચો, વીરમગામવાળા વીરૂધ્ધ રાજકોટ ફેમીલી કોર્ટ સમક્ષ તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત કરેલ હતી.

અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ ભરણપોષણ મેળવવાની અરજી અન્વયે દલીલમાં જણાવેલ કે અરજદાર હાલ ઓશીયાળુ જીવન પસાર કરે છે, ભરણપોષણ કરવાની જવાબદારી પતીની છે તેમ છતા તે અંગે કોઇ પ્રકારની વ્યવસ્થા કરેલ નથી, અરજદાર કાંઇ કમાતા નથી, સામાવાળા સારી એવી આવક મેળવે છે, સ્થાવર તથા જંગમ મીલકત ધરાવે છે, વીવીધ બેંકોમા પોતાના ખાતાઓ ધરાવે વીગેરે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. તેમજ સદર અરજી પર અલગ અલગ કાયદાકીય મુદા પર દલીલો કરવામાં આવેલ તેમજ વીવીધ વડી અદાલતોમાં ચુકાદાઓ ટાંકવામાં આવેલ હતા.

અરજદારના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટએ અરજદારની ભરણપોષણની અરજી મંજુર કરી એવો હુકમ ફરમાવેલ કે અરજદારે કરેલ મુળ અરજીની તારીખ ૨૪-૧૦-૨૦૧૭ થી અરજદાર/પત્નીને ભરણપોષણ પેટે માસીક રૂ.૬૦૦૦ ચુકવી આપવા તેમજ અરજીખર્ચ પેટે રૂ.૨૫૦૦ અલગથી ચુકવવા તેવો હુકમ સામાવાળા વિરૂધ્ધ ફરમાવેલ હતો.

(3:30 pm IST)