Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ઘરેલું હિંસાની ફરિયાદમાં પરિણિતાને વચગાળાનું ભરણપોષણ ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૯ :  ડોમેસ્ટીકની ફરીયાદમાં કેશ શરૂ થયા પહેલા પરણીતાને વચગાળાનું ભરણ પોષણ ચુકવવાનો હુકમ કર્યો હતો.

અહીંના લક્ષ્મીવાડી શેરી નં.૨૦ માં રહેતી સોની પરણીતા રીકંલબેનના લગ્ન રાજકોટ ખાતેજ ગુંદાવડી શેરી નં.૧૨ માંરહેતા પતી અલ્પેશ વસંતલાલ ફીરડીયા સાથે સને ૨૦૧૬ ની સાલમાં થયેલ હતા, ત્યારબાદ પતી પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને સાસરા ના સભ્યોએ તેના ઉપર ઘરેલું હીંસા આચરેલ છે તે મુજબની ડોમેસ્ટીક વાયલેન્સ એકટની ફરીયાદ (૧) પતી અલ્પેશ વસંતલાલ ફીચડીયા (ર) સાસુ સરોજબેન વસંતલાલ ફીચડીયા (૩) નણંદ રાજેશ્રીબેન કેતનભાઇ માંડલીયા  (૪) નણંદ જલ્પાબેન સુનીલભાઇરાણપરા (૫) નણંદ હીરલબેન ગોપાલભાઇ રાણપરા સામે પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે અદાલતમાં દાખલ કરેલ હતી અને બુળ અરજી ચાલે ત્યાં સુધી ભરણ પોષણની રકમની માંગ અદાલત પાસે કરેલ હતી.

આ પછી આ વચગાળાની અરજી ચાલવા પર આવતાં પરણીતાના વકીલે દલીલ રજુ કરેલ અને પરણીતાને વચગાળામાં ભરણપોષણ અપાવવાની માંગ કરેલ. બ્ી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની અદાલતે પરણીતા રીંંકલબેન ને અરજીની દાખલ તારીખથી એટલે કે તા. ૧૯-૨-૧૮ થી પતી અલ્પેશભાઇએ કેસ ચાલે તે દરમ્યાન વચગાળામાં ૧૫૦૦/- દરમહીને ભરણ પોષણના નીયમીત ચુકવવાનો હુકમ કરેલ છે, જેથી કસ શરૂ થયા પહેલા પરણીતા પતી પાસેથી ૧૯૫૦૦/- વસુલવા હક્કદાર બનેલ છે, જેથી પરણીતાએ રાહતનો દમ લીધેલ છે.

ઉપરોકત કેસમાં પરણીતા રીંકલબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:29 pm IST)